Kylian Mbappe X Account Hacked: રિયલ મેડ્રિડના સ્ટાર ફૂટબૉલર કિલિયન એમ્બાપ્પેનું (Mbappe) X એકાઉન્ટ હેક થયું હતું, જે બાદ ઘણી વિવાદાસ્પદ પૉસ્ટ જોવા મળી હતી જે વાયરલ થઈ ગઇ હતી. Mbappeના એકાઉન્ટમાંથી અચાનક શંકાસ્પદ પૉસ્ટ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વિવાદાસ્પદ પોસ્ટ ઉપરાંત તેના હેક એકાઉન્ટમાંથી ક્રિપ્ટો કરન્સીનો પણ પ્રચાર કરવામાં આવ્યો હતો. દિગ્ગજ ફૂટબૉલરો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી સાથે સંબંધિત ઘણી પૉસ્ટ Mbappeના એકાઉન્ટમાંથી બહાર આવી હતી, જેણે વિવાદનું સ્વરૂપ લઇ લીધુ હતુ. 


જોકે, બાદમાં Mbappeના X એકાઉન્ટમાંથી તમામ વિવાદાસ્પદ પૉસ્ટ ડિલીટ કરવામાં આવી હતી. ઘણી પોસ્ટમાં ક્રિપ્ટો કરન્સી વિશે વાત કરવામાં આવી હતી, જે કોઈને પણ કૌભાંડમાં ફસાવી શકે છે. આ સિવાય સ્ટાર ફૂટબૉલરના એકાઉન્ટમાંથી ફ્રી પેલેસ્ટાઈનને લઈને કેટલીક પોસ્ટ પણ જોવામાં આવી હતી. આ સિવાય ઈઝરાયેલને ખરાબ કહેવામાં આવ્યું હતું. હેક થયેલા એકાઉન્ટની ટ્વીટ્સ જુઓ...


















































તાજેતરમાં જ રિયલ મેડ્રિડને પકડ્યો છે હાથ 
હાલમાં જ કિલિયન Mbappe રિયલ મેડ્રિડ સાથે જોડાયો હતો. તેણે ફ્રેન્ચ ક્લબ પેરિસ સેન્ટ-જર્મન (PSG) છોડી દીધી અને રિયલ મેડ્રિડમાં જોડાયો. Mbappe વર્ષોથી PSG માટે રમ્યો હતો. ફ્રેન્ચ સ્ટાર ફૂટબોલરે રિયલ મેડ્રિડ ક્લબના પ્રમુખ ફ્લોરેન્ટિનો પેરેઝ સાથે 5 વર્ષનો કરાર કર્યો છે. ફૂટબોલ ચાહકો માટે આ ખૂબ જ ખાસ ક્ષણ હતી કારણ કે લાંબા સમયથી Mbappe રિયલ મેડ્રિડમાં જોડાશે તેવી ચર્ચા ચાલી રહી હતી. રિયલ મેડ્રિડે કિલિયન એમબાપ્પેને 09 નંબરની જર્સી આપી હતી.


આ પણ વાંચો


Cricket Retirement: ધાકડ ક્રિકેટરે કર્યુ સંન્યાસનું એલાન, 12 વર્ષ લાંબી ક્રિકેટ કેરિયરને આપ્યો વિરામ