ક્રિકેટનો 82 વર્ષનો જૂનો આ રેકોર્ડ હવે તૂટ્યો, જાણો ક્યા ક્રિકેટરે તોડ્યો આ રેકોર્ડ
યાસિરે પાકિસ્તાન માટે 33 ટેસ્ટ મેચમાં 3.08ની સરેરાશથી 200 વિકેટે પૂરી કરી. ટેસ્ટ ઉપરાંત યાસિર પાકિસ્તન માટે 19 વનડે અને બે ટી20 મેચ પણ રમી ચૂક્યો છે. વનડે ક્રિકેટમાં યાસિરના નામે કુલ 19 વિકેટ નોંધાયેલ છે ટી20માં યાસિરને એક પણ વિકેટ મળી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયાસિર શાહે વિલ સમરવિલેને એલબીડબલ્યૂ આઉટ કરીને બીજી વિકેટ લીધી. યાસિરે ઓસ્ટ્રેલિયાઈ લેગ સ્પિનર ક્લારી ગ્રિમેટનો 1936માં સાઉથ આફ્રીકા વિરૂદ્ધ બનાવવામાં આવેલ રેકોર્ડ તોડ્યો છે. ગ્રિમેટે 36 ટેસ્ટમાં આ આંકડા સુધી પહોંચ્યો હતો જ્યારે શાહ 33 ટેસ્ટમાં અહીં સુધી પહોંચ્યો છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના લેગ સ્પિનર યાસિર શાહે ટેસ્ટ ક્રિકેટમાં 82 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. યાસિર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનારો બોલર બની ગયો છે. યાસિરે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે આ સિદ્ધિ મેળવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -