IND vs AUS: બોક્સિંગ ડે ટેસ્ટમાં ટિમ પેન સાથે કેપ્ટનશીપ કરશે આ સાત વર્ષનો બાળક, જાણો કારણ ?
ટિમ પેને કહ્યું કે, આર્ચીનો કેપ્ટન બનાવવાનો નિર્ણય તેનું સ્વપ્ન પુરુ કરવા માટે છે. આર્ચી અને તેના પરિવારે મુશ્કેલીના સમયમાંથી પસાર થવું પડ્યું છે. જ્યારે તેના પિતાએ આર્ચીને પૂછ્યું હતું કે તું શુ બનવા માંગે છે તો તેણે કહ્યું હતું કે, હું ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનો કેપ્ટન બનવા માંગું છું. અમને ખુશી છે કે તે અમારી સાથે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆર્ચી જ્યારે ત્રણ મહિનાનો હતો ત્યારે ખ્યાલ આવ્યો હતો કે તેના દિલમાં વોલ્વ યોગ્ય નથી. પોતાના જન્મના થોડા સપ્તાહમાં મેલબોર્નમા સાત કલાકનું ઓપરેશન કરાયું હતુ. તેના છ મહિના બાદ તેનું વધુ એક ઓપરેશન કરાયું હતું. ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ તેનું ઓપરેશન કરાયું હતું.
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટના દિવાના સાત વર્ષના આર્ચી શિલરને ભારત વિરુદ્ધ મેલબોર્નમાં રમાનારી બોક્સિંગ ડે ટેસ્ટ મેચ માટે પોતાની 15 સભ્યોની ટીમમાં સામેલ કર્યો છે. આર્ચી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો કો-કેપ્ટન હશે. આર્ચી હૃદયની બીમારીથી પીડાય છે. તેનું સપનું ઓસ્ટ્રેલિયન કેપ્ટન બનવાનું હતું. આર્ચી 26 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ટિમ પેન સાથે કો-કેપ્ટન હશે. મેક અ વિશ ઓસ્ટ્રેલિયા ફાઉન્ડેશનના કારણે આ શક્ય બની શક્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મતે યારા પાર્કમાં બૂપા ફેમિલી ડેના અવસર પર રવિવારે તેની જાહેરાત કરવામાં આવી હતી. એડિલેડના લેગ સ્પીનર આર્ચીનો શનિવારનો જન્મદિવસ ખૂબ ખાસ બન્યો હતો કારણ કે ટિમ પેને તેના જ દિવસે તેની જાણકારી આપી હતી.
ઓસ્ટ્રેલિયન ટીમમાં આર્ચીને વધારાના સભ્ય તરીકે રાખવાની જાહેરાત આ મહિનાની શરૂઆતમાં કરી હતી ત્યારે આ જાણકારી કોચ જસ્ટિન લેંગરે ફોન પર આર્ચીને આપી હતી. ત્યારે ખ્યાલ નહોતો કે તેને કઇ મેચમાં ટીમમાં સ્થાન અપાશે. આર્ચીએ આ મહિનાની શરૂઆતમાં એડિલેડ ઓવલમાં ઓસ્ટ્રેલિયન ટીમ સાથે નેટ પ્રેક્ટિસ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -