નવી દિલ્હીઃ આઈપીએલ 2020ની ડિસેમ્બરમાં હરાજી પહેલા મુંબઈ ઇન્ડિયન્સે યુવરાજ સિંહને રિલીઝ કરી દીધો છે. આઈપીએલ 2019ની હરાજીમાં મુંબઈે યુવરાજને 1 કરોડની બેસ પ્રાઈઝમાં ખરીદ્યો હતો પરંતુ 4 મેચ બાદ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું. હવે મુંબઈ ટીમમાંથી બહાર થયા બાદ આગામી આઈપીએલની સીઝનમાં રમવા પર પ્રશ્નાર્થ લાગી ગયું છે. કહેવાય છે કે, યુવરાજ આગામી આઈપીએલ 2020માં રમી નહીં શકે. અને તેનું કારણ એક ટેકનીકલ છે જેના પર કોઈએ ધ્યાન આપ્યું નથી.

યુવરાજ સિંહનું નામ આઈપીએલ 2020ની હરાજીમાં એક ટેકનીકલ કારણે સામેલ ન થાય એવી શક્યતા છે. મૂળે, યુવરાજ સિંહ વિદેશી લીગમાં રમે છે અને બીસીસીઆઈના નિયમ મુજબ, કોઈ પણ ખેલાડી બહારની લીગમાં ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ જ રમી શકે છે અને સાથે જ તે આઈપીએલથી પણ સંન્યાસ લેશે. હવે આ જ નિયમ યુવરાજ સિંહ માટે મોટી મુશ્કેલી બની ગયો છે.

યુવરાજ સિંહ હાલ અબુ ધાબીમાં ચાલી રહેલી ટી10 લીગમાં મરાઠા અરેબિયન્સ માટે રમી રહ્યો છે. આ પહેલા તે કેનેડા ટી20 લીગમાં પણ રમ્યો હતો. આ વિદેશી લીગમાં રમવા માટે એનઓસી તેમને આઈપીએલ અને ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ બાદ જ મળી હતી.

આમ તો, યુવરાજ સિંહે વિદેશી લીગ ન રમી હોત તો પણ તેને કદાચ જ આઈપીએલની સીઝનમાં કોઈ ખરીદનાર મળતો. ગઈ સીઝનમાં યુવરાજ છેલ્લા રાઉન્ડમાં પોતાની બેઝ પ્રાઇઝ પર વેચાયો હતો. હવે યુવરાજ સિંહની ફિટનેસ અને ફૉર્મ પહેલા જેવા નથી તો કોઈ ફ્રેન્ચાઇઝી તેની પર દાવ ભાગ્યે જ લગાડતી. આમ તો, યુવરાજ સિંહ હવે આઈપીએલમાં ક્રિકેટ એક્સપર્ટ અને કોમેન્ટેટર તરીકે જોવા મળી શકે છે.