Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
સિક્સર કિંગ યુવી થયો 37 વર્ષનો, પત્ની અને ઝહીર સાથે જન્મદિવસ ઉજવી લીધી આ ખાસ શથપ, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે 2011માં ભારતને વિશ્વ વિજેતા બનાવવામાં મુખ્ય ભુમિકા નિભાવવા વાળા યુવીને તે વર્લ્ડકપ પછી જ ખબર પડી હતી કે તેને કેન્સર છે, અને બાદમાં લાંબી સારવાર ચાલી અને કેન્સરને માત આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાનો જન્મ દિવસ ઉજવતા યુવરાજે એક ખાસ શપથ પણ ગ્રહણ કર્યા, યુવીએ એક ટ્વીટ કર્યુ - જેમાં કહેવામાં આવ્યુ કે તે પોતાના જન્મદિવસના પ્રસંગે કેન્સરથી પીડિત 25 બાળકોને પોતાના ફાઉન્ડેશન યુવીકેન દ્વારા મદદ કરશે, આ પ્રકારની તેને શપથ લીધી હતી.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો સિક્સર કિંગ યુવરાજ સિંહ બુધવારે 37 વર્ષનો થઇ ગયો છે. મંગળવાર રાત્રે તેને પોતાના કેટલાક મિત્રો સાથે જન્મદિવસની પાર્ટી કરી હતી. આ પાર્ટીની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ છે.
ઝહીરની પત્ની અને અભિનેત્રી સાગરિકાએ પાર્ટીની ત્રણ તસવીરો સોશ્યલ મીડિયા શેર કરી, અને લખ્યું કે, યુવરાજને જન્મદિવસના ખુબ ખુબ શુભેચ્છાઓ. આ પ્રસંગે પૂર્વ ક્રિકેટર અજીત અગરકરની પત્ની ફાતિમા પણ હાજર રહી.
મંગળવારે રાત્રે યુવીના જન્મદિવસની પાર્ટીમાં પત્ની હેઝલ કીચ, દિગ્ગજ ક્રિકેટર ઝહીર ખાન, સાગરિકા ઘાટગે તથા અન્ય મિત્રોએ સામેલ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -