નવી દિલ્હીઃ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી અને ટીમ ઇન્ડિયાને બે-બે વર્લ્ડકપ જીતાડનારા યુવરાજ સિંહે મોટો ખુલાસો કર્યો છે, આ ખુલાસો તેમને પોતાના ટીમમાંથી ડ્રૉપ થયાને લઇને કર્યો છે. યુવરાજે સન્યાસના ચાર મહિના બાદ કહ્યું કે મેં ક્યારેય વિચાર્યુ પણ ન હતુ કે હું ટીમમાંથી આ રીતે ડ્રૉપ થઇ જઇશ. યુવરાજ સિંહે કેમ સન્યાસ લીધો તેનો ખુલાસો કર્યો છે.

યુવરાજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટે તેમની સામે સતત મોટા મોટા પડકારો મુક્યા, મારી સાથે કોઇ જ ના રહ્યું અને મને કોઇએ ટીમના પ્લાન વિશે પણ ના જણાવ્યુ. મારી સાથે જાણી જોઇને ટેસ્ટ કરાવવામાં આવ્યા.



યુવરાજે કહ્યું કે મેં ક્યારેય ન હતુ વિચાર્યુ કે 8-9 મેચોમાંથી 2 મેચોમાં 'મેન ઓફ ધ મેચ' બન્યા બાદ પણ મને ટીમમાંથી ડ્રૉપ કરી દેવામાં આવશે. પછી અચાનક યો યો ટેસ્ટની યોજના મારી સામે લાવવામાં આવી, આ મારા માટે યૂ-ટર્ન હતો.



ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાના ચેમ્પિયન યુવરાજ સિંહે આ વર્ષે 10 જૂને ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ.