યુવરાજે અહીં એક કાર્યક્રમમાં કહ્યું કે, મીડલ ઓર્ડર માટે ભારત પાસે કોઈ મજબૂત રણનીતિ ન હતી. યુવરાજે રિષભ પંત અને વિજય શંકર જેવા અનુભવી ખેલાડીઓને મીડલ ઓર્ડરમાં પસંદ કરવાની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે.
યુવરાજે કહ્યું કે, ‘મને નથી લાગતું કે તે મારી તરફ જોઈ રહ્યા હતા (મીડર ઓર્ડર માટે). અંબાતી રાયડૂની સાથે જે થયું તેનાથી હું ખૂબ જ નિરાશ છું. તે એક વર્ષ કરતાં પણ વધારે સમયથી નંબર-4 પર બેટિંગ કરી રહ્યા હતા. ન્યૂઝીલેન્ડમાં પણ તેણે આમ કર્યું હતું. તેણે અંતિમ મેચમાં ત્યાં 90 રન બનાવ્યા હતા અને મેન ઓફ ધ મેચ બન્યા હતા.”
તેમણે કહ્યું, “જ્યારે અમે 2003 વર્લ્ડ કપ માટે જઈ રહ્યા હતા ત્યારે જે ટીમ ટૂર્નામેન્ટ રમી હતી તે જ ટીમ દરેક જગ્યાએ રમી હતી. અમારો અનુભવ શાનદાર રહ્યો. હું અમે મોહમ્મદ કૈફ 35-40 મેચ રમી ચૂક્યા હતા. અમારા ટોચના ક્રમ પાસે સારો અનુભવ હતો અને મીડલ ઓર્ડરની પાસે પણ સારો અનુભવ હતો.”