એક રિપોર્ટ અનુસાર, ટોરન્ટો નેશનલ્સ અને જ્યોર્જ બેલીની કેપ્ટનશીપ હેઠળની ટીમ મોન્ટ્રિયલ ટાઇગર્સ વચ્ચે ભારતીય સમયાનુસાર રાત્રે 10 વાગ્યે શરૂ થવાની હતી પરંતુ મેચ શરૂ થવામાં મોડુ થયુ હતું. ટીમના ખેલાડીઓની ટીમ બસમાં કથિત તરીકે ચઢવાનો ઇનકાર કર્યો હતો. ટોરન્ટો નેશનલ્સ ટીમની કેપ્ટનશીપ પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજસિંહ સંભાળી રહ્યો છે.
પીટર ડેલ પેના નામના એક પત્રકારે તેના પર ટ્વિટ કર્યું હતું. સૂત્રોના મતે મોન્ટ્રિયલ ટાઇગર્સ અને ટોરન્ટો નેશનલ્સના ખેલાડીઓની ટીમ બસમાં ચઢવાનો ઇનકાર કરી દીધો હતો કારણ કે તેમની પેમેન્ટ બાકી હતી. બસને અડધો કલાક અગાઉ જવાનું હતુ પરંતુ 75 મિનિટ વિતવા છતાં ખેલાડી મેદાન પર પહોંચ્યા નહોતા.
વિવાદ વધ્યા બાદ ગ્લોબલ ટી-20 લીગે પોતાના સતાવાર ટ્વિટર એકાઉન્ટ પર જાણકારી આપી હતી કે કેટલીક ટેકનિકલ કારણોસર મેચ શરૂ થવામાં મોડુ થયું છે. જોકે, ઓવરમાં કોઇ પ્રકારનો કાપ મુકવામાં આવ્યો નથી.