આ એક્ટ્રેસની પતિએ પોસ્ટ કરી તસવીર, યુવરાજ સિંહે આ રીતે ઉડાવી મજાક
યુવરાજની આ કમેન્ટ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. લોકો યુવરાજના સેન્સ ઓફ હ્યુમરથી ભરેલી કમેન્ટ વાંચીને હંસવાનો રોકી શકતા નથી. હાલમાં યુવરાજની કમેન્ટ પર હજુ સુધી સાગરિકા અથવા ઝહીરે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝહીર ખાનની ફોટો પોસ્ટ કરતા જ લોકોની કમેન્ટ્સ આવવાની શરૂ થઈ ગઈ. જોતા જ જોતા ઝહીરની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ થવા લાગી. ઝહીરના સાથી ક્રિકેટર યુવરાજ સિંહે પણ કમેન્ટ કરી. યુવરાજે કમેન્ટ કરતા સાગરિકાની મજાક ઉડાવવાનો પ્રયત્ન કર્યો. યુવરાજે કમેન્ટ કરી લખ્યું કે, ‘અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ.’
હકીકતમાં ઝહીર ખાને જે તસવીર પોસ્ટ કરી હતી તેમાં સાગરિકા ખૂબ જ પરેશાન દેખાઈ રહી છે. ફોટોમાં સાગરિકાની પરેશાનીનું કારણ પણ દેખાઈ રહ્યું છે. ફોટોમાં નજર આવી રહ્યું છે કે સાગરિકા કપડાના ઢગલાની વચ્ચે બેઠેલી છે. તસવીરે જોઈને લાગી રહ્યું છે કે કપડાંનો ઢગલો જોઈને તે પરેશાન છે. ઝહીર ખાને આ તસવીરનો પોસ્ટ કરતા લખ્યું છે, મારી પત્ની મારી લાઈફને સોર્ટ કરી રહી છે.
નવી દિલ્હીઃ ક્રિકેટર ઝહીર ખાને વિતેલા વર્ષે નવેમ્બરમાં બોલીવુડ એક્ટ્રેસ સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા હતા. બન્ને ઘણાં સમયથી રિલેશનમાં હતા બાદમાં બન્નેએ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ઝહીરખાને પોતાના સત્તાવાર ટ્વિટ હેન્ડલ પર પત્ની સાગરિકાની એક તસવીર પોસ્ટ કરી છે. તસવીર પોસ્ટ થતા જ વાયરલ થવા લાગી. આ તસવીર પર યુવરાજે પણ મજા લીધી હતી. યુવરાજની કમેન્ટ જોતા જ લોકો હંસી-હંસીનો લોટપોટ થઈ ગયા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -