વેસ્ટઈન્ડિઝનાં ખેલાડીને પંજાબી શિખવાડી રહ્યો છે યુવરાજ સિંહ, વીડિયો વાયરલ
abpasmita.in | 19 Nov 2019 05:00 PM (IST)
યુવરાજસિંહ સાથી ખેલાડી ચેડવિક વોલ્ટનને પંજાબી શિખડાવી રહ્યો છે. વોલ્ટન પંજાબીમાં વાત કરતા ખૂબ જ ફની લાગી રહ્યો છે.
નવી દિલ્હી: યુએઈમાં રમાઈ રહેલી ટી-10 ક્રિકેટ લીગમાં મરાઠા અરેબિયન્સની તરફથી રમનાર યુવરાજ સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે. આ વિડિયોમાં યુવરાજસિંહ સાથી ખેલાડી ચેડવિક વોલ્ટનને પંજાબી શિખડાવી રહ્યો છે. વોલ્ટન પંજાબીમાં વાત કરતા ખૂબ જ ફની લાગી રહ્યો છે. યુવરાજે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં બે મેચ રમી છે જેમાં તે ખાસ કંઈ કરી શક્યો નથી. યુવરાજે પ્રથમ મેચમાં 6 રન અને બીજી મેચમાં 14 રન બનાવ્યા હતા. 37 વર્ષિય યુવરાજ સોમવારે પીઠની તકલીફને કારણે અબુધાબી સામેની મેચમાં રમી શક્યો ન હતો. જો કે તેમણે આશા વ્યક્ત કરી છે કે તે ફિટ થઈ જશે અને આગામી મેચ રમશે. યુવી આ વર્ષે વર્લ્ડ કપ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો હતો.