નવી દિલ્હીઃ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં યુવરાજ સિંહ એવી કમાલ કરી ચૂક્યા છે કે તેમનું નામ ઈતિહાસમાં નોંધાઈ ગયું છે. 2007 આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા અને 12 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી હાફ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ આજે પણ યુવરાજ સિંહના નામે જ છે. ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સેન્ચુરી ઘણીબધી બની ચૂકી છે, પરંતુ આજસુધી કોઈ બેટ્સમેન આ ફોર્મેટમાં ડબલ સેન્ચુરી ફટકારી નથી શક્ય. યુવરાજ સિંહે આવા ત્રમ ક્રિકેટરોના નામ ગણાવ્યા છે, જે ટી20 ઇન્ટરનેશનલ ડબલ સેન્ચુરી ફટકારી શકે છે. આ લિસ્ટમાં યુવીએ ક્રિસ ગેલ, એબી ડિવિલિયર્સ અને રોહિત શર્માનું નામ ગણાવ્યું છે.



યુવીએ કહ્યું કે, ‘મને લાગે છે કે ટી20 ઇન્ટરનેશલમાં ડબલ સેન્ચુરી ફટકારીવ મુશ્કેલ છે, પંરતુ હું કહીશ આ અશક્ય તો નથી જ. જે રીતે હાલમાં ક્રિકેટ રમાઈ રહ્યું છે, મને લાગે છે કે કંઈપણ અશક્ય નથી. માટે આપણે બધાએ રાહ જોવી જોઈએ. ક્રિસે ગેલ અને એબી ડિવિલિયર્સ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, મને માફ કરો ગેલ તો હજુ રમે છે. મારી નજરમાં આ બે બેટ્સમેન આ કામ કરી શકે છે. ઉપરાંત ત્રીજા બેટ્સમેન રોહિત શર્મા છે, જે ટી20 ઇન્ટરનેશનલમાં ડબલ સેન્ચુરી ફટકારી શકે છે.’

રોહિત શર્મ ટી20 ઇન્ટરનેશનલમાં ચાર સેન્ચુરી ફટકારી ચૂક્યા છે અને વિશ્વના એકમાત્ર એવા બેટ્સમેન છે જેણે ટી20 ઇન્ટરનેશનલમાં ચાર સેન્ચુરી ફટકારી છે. જ્યારે ન્યૂઝીલેન્ડના કોલિમ મુનરો અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ ત્રણ ત્રણ સેન્ચુરીની સાથે આ યાદીમાં બીજા નંબર પર છે. ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધારે વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ એરન ફિંચના નામે છે. 2018માં ફિંચે ઝિમ્બાબ્વે વિરદ્ધ 172 રનની ઇનિંગ રમી હતી. જ્યારે આ મામલે બીજા નંબર પર અફઘાનિસ્તનના હજરતુલ્લાહ જજઈ છે, જેણે 2019માં આયરલેન્ડ વિરૂદ્ધ 162 રનની ઇનિંગ રમી હતી.