રિટાયર્મેન્ટ બાદ ક્રિકેટે સંબંધિત કોઈ કામ નહીં કરે આ ક્રિકેટર, જાણો શું કરશે.....
યુવરાજે કહ્યું, ‘કૉમેન્ટ્રી મારી સ્પેશિયાલિટી નથી. કેન્સર એક એવું ક્ષેત્ર છે જેમાં હું ભવિષ્યમાં કામ કરવા માગીશ. મને નાના બાળકોની મદદ કરવી પસંદ છે. મને યુવા પેઢી સાથે વાતચીત કરવી પસંદ છે. મારા દિમાગમાં કોચિંગની વાત ચાલી રહી છે. હું જરૂરિયાતમંદ બાળકોને શોધીશ અને તેમની રમત અને શિક્ષણ પર ફોકસ કરીશ. સ્પોર્ટ્સની જેમ એજ્યુકેશન પણ ખૂબ જરૂરી છે. શિક્ષણના ભોગે રમતને મહત્વ ન આપી શકાય.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવરાજ કેન્સરના દર્દીઓ અને કેન્સરને હરાવનારા લોકો માટે કામ કરવા માગે છે. યુવરાજની સંસ્થા યુવીકેન કેન્સરને લગતા જ કામ કરી રહી છે. યુવરાજ ઈચ્છે છે કે, તે છેવડાની જિંદગી જીવી રહેલા બાળકો માટે પણ કામ કરે. તે બાળકોને ક્રિકેટનું કોચિંગ આપવાની સાથે તેમનામાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસાવવા માગે છે.
હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં યુવરાજને તેના રિટાયર્મેન્ટ પ્લાન અંગે પૂછવામાં આવ્યું. ટીમ ઈન્ડિયામાં તેના સાથી રહી ચૂકેલા વીરેન્દ્ર સેહવાગ, આશીષ નેહરા, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ જેવા ક્રિકેટ નિવૃત્તિ બાદ કૉમેન્ટ્રી કરીને ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યાં છે પરંતુ યુવરાજનું કહેવું છે કે, તેનું આવું કોઈ પ્લાનિંગ નથી. યુવરાજ માને છે કે, કૉમેન્ટ્રી તેના માટે બેસ્ટ ઑપ્શન નથી.
નવી દિલ્હીઃ આક્રમક બેટ્સમેન યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ક્રિકેક એક્સપર્ટનું માનવું છે કે જો તે વાપસી કરવામાં સફળ પણ રહ્યા તો આ તેમનો છેલ્લો વર્લ્ડકપ હશે. ભારત ક્રિકેટમાં અંદાજે બે દાયકાનો સમય કાઢનાર યુવરાજ સિંહની હાલમાં રિટાયર્મેન્ટનેલઈ લેવાની કોઈ યોજના નથી. તેમનું માનવું છે કે તેમની અંદર હજું ઘણું ક્રિકેટ બાકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -