યુવરાજ સિંહે કર્યો મોટો ખુલાસો, આ કારણે કિંગ્સ ઇલેવન પંજાબમાં રહ્યો હતો ફ્લોપ...
યુવરાજે કહ્યું કે, આ વર્ષે આ તકનો લાભ લેવા માગશે. તેણે કહ્યું કે, તેને એ વાતનો અંદાજ પહેલા જ હતો કે પ્રથમ રાઉન્ડમાં તેને કોઈપણ ટીમ નહીં ખરીદે. યુવરાજે કહ્યું કે, મને એવું લાગતું હતું કે હું આ સીઝનમાં મુંબઈ તરફતી જ રમીશ. સાચું કહું તો હું આઈપીએલમાં રમવાની તક મળે તેની રાહ જોઈ રહ્યો હતો. હું ખુશ છું કે મને આ તક મળી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાને 2007નો ટી20 વર્લ્ડકપ અને 2011 વર્લ્ડકપ જીતાડનાર શાનદાર બેટ્સમેન યુવરાજ સિંહેએ મોટું નિવેદન આપતા આઈપીએલ 11માં પોતાના ફ્લોપ પ્રદર્શન પાછળ ઈશારમાં જ કિંગ્સ ઇલેવન પંજાબના ટીમ મેનેજમેન્ટ પર સવાલ ઉભા કર્યા છે.
મુંબઈ મિરરને આપેલ ઇન્ટરવ્યૂમાં યુવરાજ સિંહે કહ્યું કે, તેને કોઈ એક ક્રમ પર રમાડવામાં ન આવ્યો, જેના કારણે તેની છેલ્લી સીઝન સારી ન રહી. તેણે કહ્યું કે, હું છેલ્લી સીઝનમાં મારા ખરાબ પ્રદર્શન સાથે સહમત છું. હું ચાર પાંચ મેચમાં અલગ અલગ પોઝીસન્સ પર રમ્યો. મને કોઈ એક ક્રમ પર રમાડવામાં ન આવ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -