એક જ બોલ પર બે વાર આઉટ થયો આ બેટ્સમેન, છતાં પણ ન મળી વિકેટ, જાણો કેવી રીતે
ચોથા મેચમાં સ્ફોટક બેટિંગ કરનાર શિખર ધવને પણ ડેવિડ મિલરને મળેલા જીવતદાનને ટર્નિંગ પોઈન્ટ માન્યું હતું. મેચ પછી ધવને કહ્યું હતું કે,’મુખ્ય કારણ નિશ્ચિત રૂપે કેચ છોડવા અને ‘નો બોલ’ના કારણે એક વિકેટ ન મળી તે હતું. આ પછી જ મેચનું પાસું પલટાયું હતું.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પછી મિલરે એકદમ ધ્યાનથી રમતાં ટીમને જીત સુધી પહોંચાડી હતી. તેણે 28 બોલ પર 39 રન બનાવ્યાં હતાં. આ ઈનિંગમાં તેણે ચાર ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચની 17 ઓવર ટર્નિંગ પોઇન્ટ બની હતી. આ ઓવર યજુવેન્દ્ર ચહલ ફેંકી રહ્યો હતો. પાંચ બોલ તે ફેકી ચૂક્યો હતો અને છેલ્લા બોલે મિલર બોલ્ડ થઇ ગયો હતો. ભારતીય ટીમે આ વિકેટની ઉજવણી શરૂ કરી જ હતી કે આ બોલ નો બોલ આપવામાં આવ્યો. આ પછી ફેંકવામાં આવેલો બોલ ફ્રી હિટ હતો. જેની પર ફટકારવા જતા બાઉન્ડ્રી પર કેચ થયો હતો. જોકે, ફ્રી હિટના કારણે મિલર ફરીથી બચી ગયો હતો.
ચોથા વન ડે મેચમાં યજુવેન્દ્ર ચહલની એક ઓવરે મેચને બદલી નાખી હતી. આ ઓવરમાં સાઉથ આફ્રિકાની જીતનો હિરો રહેલો બેટ્સમેન ડેવિડ મિલર બે વાર આઉટ થઇને પણ નોટઆઉટ રહ્યો હતો.
નવી દિલ્હીઃ ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે. આ રમતમાં ક્યારે શું થઈ જાય કોઈ નથી જાણતું. આ રમતમાં ક્યારેક તો એક જ ઓવરમાં બેટ્સમેન સતત છ છગ્ગા ફટકારે છે તો ક્યાકે એક જ ઓવરમાં વિકેટની હેટ્રિક થઈ જાય છે. ઘણીવખત એવું પણ થાય છે જ્યારે બોલર એક જ બોલમાં બે વિકેટ લઈ લે છે છતાં તેને કોઈ વિકેટ નથી મળી અને ન તો તેની ટીમને કોઈ વિકેટ મળે છે. આવી જ ઘટના ભારત અને દ. આફ્રિકા વચ્ચેના ચોથા વનડેમાં જોવા મળી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -