ધવન જોડે તસવીર પોસ્ટ કરીને પોતાને ‘શેર’ ગણાવતા આ ભારતીય ક્રિકેટર થયો ટ્રોલ, ફેન્સે શું કહ્યું?
ભારતી ટીમના લેગ સ્પિનર યૂઝવેન્દ્ર ચહલ હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. ચહલે પોતાના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે જેના બાદ ફેન્સ તેની મજાક ઉડાવી રહ્યા છે અને સાથે મઝા પણ લઈ રહ્યા છે.
આ તસવીર ફ્લાઈટમાં લેવામાં આવી છે. ચહલે પોસ્ટમાં શિખર ધવનને ગબ્બર શેર અને પોતાને શેર ગણાવ્યો.
વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ યુઝવેન્દ્ર ચહલનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને ગુવાહાટી વનડે મેચમાં સૌથી વધું ત્રણ વિકેટ ઝડપી હતી.
એક યૂઝર્સે લખ્યું કે ક્યા આપ શેર હો, ત્યારે બીજાએ ચહલને બિલ્લી, બકરી તો કેટલાકે તો ઉંદર પણ કહી દીધું.
ચહલની આ પોસ્ટને લઈને યૂઝર્સ તેની મઝા લઈ રહ્યા છે. અને કોમેન્ટ્સ કરી રહ્યા છે.
ગુવાહાટી વનડેમાં વેસ્ટઇન્ડિઝને 8 વિકેટથી હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા વિશાખાપટન્નમ રવાના થઈ ચૂકી છે. ત્યારે ચહલે ફ્લાઈટમાં શિખર ધવન જોડે સેલ્ફી લીધી હતી અને તેની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ચહલે ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે ‘શેર ઔર બબ્બર શેર એક સાથ ઉ઼ડતે હૂએ.’