નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. દિવાળીના દહેવારના સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય ખેલાડીઓએ પણ સમૃદ્ધિ માગી અને પોતાના પ્રશંસકોને દિવાળીની શુભકામનાઓ આપી.


પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને પત્ની સાગરિકા ઘાટગેની સાથે દિવાળી મનાવી હતી. 41 વર્ષના ઝહીર ખાને ફોટો શેર કર્યો જેમાં તે સાગરિકાની સાથે જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં સાગરિકાના હાથમાં આરતીની થાળી છે. તેમની સાથે ઝહીર પણ બેઠા છે. તેમણે ટ્વિટર પર ફોટો શેર કરી લખ્યું છે કે, ‘દરેકને દિવાળીની ખૂબ-ખૂબ શુભકામનાઓ.’


જોકે તસવીર શેર કરતાં જ સોશિયલ મીડિયા પર ઝહીર ખાન કટ્ટરપંથીઓના નિશાને આવી ગયા અને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. ઝહીર ખાન દ્વારા પૂજ કરવાનું લોકોને પસંદ ન પડ્યું. એટલુ જ નહીં એકે તો ઝહીરને પૂજા કર્યા બાદ નમાજ પઢવાની સલાહ આપી દીધી.












2017 નવેમ્બરમાં ઝહીર ખાને બોલીવૂડ એક્ટ્રેસ સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યાં હતા, ઝહીર ખાન અને સાગરિકાનો સંબંધ ત્યારે સામે આવ્યો જ્યારે બંને યુવરાજ સિંહ અને હેજલના લગ્ન પર સાથે પહોંચ્યાં હતા. કેટલીંય IPL મેચો દરમિયાન સાગરિકાને જહીરને ચીયર કરતા જોવામાં આવ્યા છે.