નવી દિલ્હીઃ ક્રિકેટમાં વિકેટકીપિંગને એક મુશ્કેલ કામ ગણવામાં આવે છે. વિકેટકીપરને દરેક સમયે સાવચેત રહેવાનું હોય છે અને બોલ પર નજર રાખવી પડતી હોય છે. જ્યારે પણ વિકેટકીપર આશ્ચર્યજનક  રીતે કોઈ બેટ્સમેનને સ્ટમ્પ આઉટ કરે છે તો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તેની સાથે જઆ વીકેટકીપિંગની એક શા વાત એ પણ હોય છે કે સામાન્ય રીતે ભારતીય વિકેટકીપર ધોનીની કીપિંગ સાથે તેને તુલના કરવામાં આવે છે.


ઝિમ્બાબ્વેની અંડર-19 ટીમના યુવા વિકેટકીપર ડેન શેડનફોર્ડે હાલમાં જ ધોની સ્ટાઈલમાં એક બેટ્સમેનને સ્ટમ્પ આઉટ કર્યો. 17 વર્ષના ડેને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ મેચમાં આ કારનામું કર્યું. દક્ષિણ આફ્રીકામાં ચાર દેશોની ટૂર્નામેન્ટમાં આ ઘટના થઈ. આ મેચ ડરબનમાં રમાઈ રહી હતી.


ન્યૂઝીલેન્ડની ઇનિંગની 36 મી ઓવરમાં સ્પિનર ​​ટડાવાંશે ન્યાંગિની બોલિંગ કરી રહ્યો હતો. ચોથા બોલ સુધી બોલર માટે સારી ઓવર હતી. પછીના બોલ પર, ન્યુઝિલેન્ડના બેટ્સમેન બેખમ વ્હીલરે બોલને ક્રિઝની બહાર નીકળીને બોલને શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ચૂકી ગયો. બોલ લેગ સાઈડ પર ગયો.

શેડનફોર્ડે ક્રીઝમાંથી બહાર આવીને બોલને પકડ્યો, અને સ્ટમ્પ્સને જોયા વિના બોલને ધોનીની સ્ટાઈલમાં સ્ટમ્પ તરફ ફેંકી દીધો. બોલ સ્ટમ્પ્સને હીટ થયો. તે સમયે બેટ્સમેન ક્રીઝની બહાર હતો. શેડનફોર્ડના આ પ્રયાસની ચારેય તરફ પ્રશંસા થઈ હતી. એટલું જ નહીં, તેની સરખામણી ટ્વિટર પર મહેન્દ્રસિંહ ધોની અને શ્રીલંકાના કુમાર સંગાકારા સાથે કરવામાં આવી હતી.