સુરત: ટ્યુશન ક્લાસીસની બસ 200 ફૂટ ઊંડી ખીણમાં પડતાં 10 વિદ્યાર્થીઓનાં મોત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાળકો બસની નીચે દબાયેલા જણાતા તેમને બહાર કાઢવા માટે બરડીપાડા ગામના લોકો અને વહીવટીતંત્રના કર્મચારીઓએ જનરેટરની મદદ લીધી હતી. કટર મંગાવી બસ નીચે દબાયેલા બાળકોને બસનો કેટલોક ભાગ કાપી કાઢવાની તજવીજ હાથ ધરી હતી.
બસ માર્ગ છોડી ખીણમાં પલટી મારી અસંખ્ય ગુલાંટ ખાતા બસના આગળના બે વ્હિલ બસની બોડીમાંથી છૂટા પડી જતા બસનો ખુરદો બોલી ગયો હતો. અકસ્માતના સ્થળે મોબાઈલ નેટવર્ક ન હોવાથી મુશ્કેલી વધી હતી. તે માર્ગથી પસાર થતા અન્ય પ્રવાસીઓએ 108 સહિત વહીવટીતંત્રને યેનકેન રીતે જાણ કરતા આહવા અને તાપી જિલ્લાની 8 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી.
સુરતની ખાનગી લક્ઝરી બસ મહાલથી સાંજે 6 વાગ્યાના અરસામાં નીકળી સોનગઢ માર્ગ પરથી સુરત જવા રવાના થઈ હતી. તે સમયે મહાલ-બરડીપાડા વચ્ચે રોડ પર આવેલા વળાંક પર બસચાલક જીતેન્દ્ર મહેતાએ અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બસ માર્ગ સાઈડની 200 ફૂટ ઉંડી ખીણમાં ઉતરી ગઈ હતી.
શનિવારે સુરતના અમરોલી વિસ્તારમાં ગુરુકૃપા ખાનગી ટ્યૂશન અને કોચિંગ કલાસ ચલાવતા સંચાલકો દ્વારા અમરોલી અને છાપરભાઠા વિસ્તારના ધો. 1થી 8માં અભ્યાસ કરતા 70થી 75 બાળકોને એક દિવસની ડાંગ જિલ્લાના શબરીધામ, પંપા સરોવર, મહાલ કેમ્પ સાઈટની સહેલગાહ પર આવ્યા હતા.
અકસ્માત એટલો ભયાનક હતો કે બસના આગળના વ્હિલ છૂટા પડી જઈ બસનો ભુક્કો બોલી જતાં બાળકો બસની બોડીમાં દબાઈ જવાથી 4 જણાંના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતાં તેવું જાણવા મળ્યું હતું. 36ની કેપિસિટી ધરાવતી બસમાં 90 લોકોને બેસાડાયા હતાં.
સાપુતારા: સુરતના અમરોલી અને છાપરાભાઠા વિસ્તારની પ્રાથમિક શાળાનાં બાળકોને ટ્યૂશન આપતા ગુરુકૃપા ક્લાસીસના સંચાલકો દ્વારા પ્રવાસે લઈ જવાયેલાં બાળકોની બસ શનિવારે મહાલ-બરડીપાડા વચ્ચે વળાંક પર બસ ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 બાળકોનાં મોત નિપજ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -