Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં બે મહિલા કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી, એકબીજાના મંગળસૂત્ર-ચેઈન તોડી નાખ્યાં
ઝઘડો ઉગ્ર બની જતાં બંને મારામારી પર ઉતરી આવ્યા હતા. આ તકરારમાં બંને મહિલા અગ્રણીઓએ એકબીજાના અછોડા અને મંગળસૂત્ર પણ તોડી નાંખ્યા હતા. જાહેરમાં બે મહિલા અગ્રણી બાખડવાના કારણે હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ બનાવ અંગે બંનેએ એકબીજા સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઝઘડા પાછળનું કોઈ કારણ હજી બહાર આવ્યું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિલા મોરચાના મંત્રી કોમલ ગેવરિયા અને મંજૂલા શિરોયા ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી પર ઉતરી આવી હતી. આ બંનેએ એકબીજાના મંગળસૂત્ર અને સોનાની ચેઈન તોડી નાંખ્યા હતા. વાત આટલેથી નહોતી અટકી. બે પૈકી એક મહિલા સરથાણા પોલીસ મથકમાં અરજી કરવા પહોંચી ગઈ હતી.
સુરતઃ સુરતની કામરેજ બેઠકના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાના કાર્યાલય પર ભાજપ મહિલા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બે મહિલા કાર્યકરો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ હતી.
મળતી માહિતી મુજબ, કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાના કાર્યાલય ખાતે શહેર ભાજપ મહિલા મોરચાના મંત્રી અને પુણા વિસ્તારના કોમલ ગેવરિયા દ્વારા ‘નગરમહિલા ચેરિટેબલ ટ્રસ્ટ’ અંતર્ગત કાવડયાત્રાના આયોજન માટે બેઠક મળી હતી. આ દરમિયાન ભાજપ મહિલા મોરચાની કાર્યકર મંજૂલા શિરોયા ધસી આવી હતી અને કોમલ ગેવરિયા સાથે અંગત કારણોસર ઝઘડો શરૂ કરી દીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -