સુરતમાં દારૂની મહેફિલ માણતી 21 હાઈપ્રોફાઈલ મહિલાઓને છોડાવવા પોતાના પતિઓ દોડી આવ્યા? જાણો વિગત
આ મહીલાઓ જાણ કોઈ લગ્નમાં આવી હોય એ રીતે હેવી લાઉન અને વન પીસ પહેરીને મહેફીલ માણી રહી હતી. રેડ પડતાની સાથે જ આ તમામ મહીલાઓના પતિઓ તેમને લેવા માટે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.
સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ તમામ મહિલાઓ સુરતના ફેમસ બિઝનેસમેનની પત્નીઓ છે અથવા તો પોતે બિઝનેસ વુમન છે. જોકે પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ઓઇસ્ટર હોટેલ દારૂની મહેફિલ માણવા માટે બદનામ હોવાનું કહેવામાં આવે છે. અગાઉ પણ આ હોલેટમાંથી મહેફિલ માણતા અનેક લોકો પકડાયા છે, તો થોડા સમય પહેલા જ આ હોટેલમાં હુક્કાબાર પણ ઝડપાયું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન પહેલા બેચલર પાર્ટી ચાલી રહી હતી. આ દરમિયાન ઉમરા પોલીસે હોટેલમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. તો ધરપકડ કરાયેલી તમામ મહિલાઓને પોલીસ સ્ટેશન લઇ જવાઇ છે, જ્યાં તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. ઝડપાયેલી તમામ મહિલાઓ હાઈપ્રોફાઈલ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના પોષ વિસ્તાર એવા પીપલોદમાં આવેલી ઓઇસ્ટર હોટેલમાં પોલીસે રેડ પાડી હતી ત્યારે હોટલમાં 40 જેટલી મહિલાઓ દારૂની મહેફિલ માણી રહી હતી. આ મામલે પોલીસે 21 મહિલાઓની અટકાયત કરવામાં આવી છે, જોકે હોટલમાં 40થી વધારે મહિલાઓ હોવાનું સામે આવ્યું છે.
સુરત: પીપલોદની ઓઇસ્ટર હોટલમાં કેટલીક મહિલાઓ મેહેફિલ માણી રહી છે એવી બાતમી મળતાની સાથે જ ઉમરા પોલીસે શુક્રવારે રાત્રે સાડા દસેક વાગ્યે આ હોટલમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી દારૂની મહેફિલ માણતી 21 મહિલાઓ પકડાઈ હતી. એ સાથે જ બિયર અને વોડકાની પાંચ-છ બોટલ પણ કબજે કરાયાનું જાણવા મળ્યું છે. મહેફિલમાં 40 મહિલા હોવાની શક્યતા છે. મહિલાઓના પરિવારજનોને આ વાતની જાણ થતાં તેમના પતિઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતાં.