✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ હોટલમાં ચાલતી દારૂની મહેફિલમાં 21 હાઈપ્રોફાઈલ મહિલાઓ ઝડપાઈ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Dec 2018 07:33 AM (IST)
સુરતઃ હોટલમાં ચાલતી દારૂની મહેફિલમાં 21 હાઈપ્રોફાઈલ મહિલાઓ ઝડપાઈ
1

ઉલ્લેખનીય છે કે ઓઇસ્ટર હોટેલ દારૂની મહેફિલ માણવા માટે બદનામ હોવાનું કહેવામાં આવે છે. અગાઉ પણ આ હોલેટમાંથી મહેફિલ માણતા અનેક લોકો પકડાયા છે, તો થોડા સમય પહેલા જ આ હોટેલમાં હુક્કાબાર પણ ઝડપાયું હતું.

2

મળતી માહિતી પ્રમાણે સુરતના પોષ વિસ્તાર એવા પીપલોદમાં આવેલી ઓઇસ્ટર હોટેલમાં પોલીસે રેડ પાડી હતી ત્યારે હોટલમાં 40 જેટલી મહિલાઓ દારૂની મહેફિલ માણી રહી હતી. આ મામલે પોલીસે 21 મહિલાઓની અટકાયત કરવામાં આવી છે, જોકે હોટલમાં 40થી વધારે મહિલાઓ હોવાનું સામે આવ્યું છે.

3

સુરત: પીપલોદની ઓઇસ્ટર હોટલમાં કેટલીક મહિલાઓ મેહેફિલ માણી રહી છે એવી બાતમી મળતાની સાથે જ ઉમરા પોલીસે શુક્રવારે રાત્રે સાડા દસેક વાગ્યે આ હોટલમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી દારૂની મહેફિલ માણતી 21 મહિલાઓ પકડાઈ હતી. એ સાથે જ બિયર અને વોડકાની પાંચ-છ બોટલ પણ કબજે કરાયાનું જાણવા મળ્યું છે. મહેફિલમાં 40 મહિલા હોવાની શક્યતા છે.

4

કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન પહેલા બેચલર પાર્ટી ચાલી રહી હતી. આ દરમિયાન ઉમરા પોલીસે હોટેલમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. તો ધરપકડ કરાયેલી તમામ મહિલાઓને પોલીસ સ્ટેશન લઇ જવાઇ છે, જ્યાં તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. ઝડપાયેલી તમામ મહિલાઓ હાઈપ્રોફાઈલ હોવાનું સામે આવ્યું છે.

  • હોમ
  • સુરત
  • સુરતઃ હોટલમાં ચાલતી દારૂની મહેફિલમાં 21 હાઈપ્રોફાઈલ મહિલાઓ ઝડપાઈ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.