તોગડિયાની કારને ઠોકવાના કેસમાં ક્યા ત્રણ પોલીસોને કરાયા સસ્પેન્ડ ? જાણો વિગત
સુરતઃ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ ડો.પ્રવીણ તોગડિયાની કાર સાથે ટ્રકનો અકસ્માત થવાની ઘટનામાં સલામતીમાં બેદરકારી દાખવામાં બદલ એલઆઈબીના પોલીસ સબ ઈન્સ્પેકટર સહિત ત્રણેને એસપી ડો.મહેશ નાયકે સસ્પેન્ડ કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રાથમિક તપાસના અંતે ડો.નાયકે એલઆઈબીના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ્પેકટર રાજીવકુમાર મોહનભાઈ સંગાડા, હેડ કોન્સ્ટેબલ જીવણ ગવલાભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર બંસીલાલ શીશોદેને સસ્પેન્ડ કર્યા છે.
જે બાદ તોગડિયાએ પાઈલોટિંગની સલામતી હતી, એસ્કોર્ટિંગની ન હતી તેવા ગંભીર આક્ષેપો કર્યા હતા. બીજી બાજુ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ સુરત રેન્જના આઈજીપી જ્ઞાનેન્દ્રસિંગ મલ્લિકે સુરત જિલ્લાના પોલીસ વડા ડો.મહેશ નાયકને આદેશ કર્યો હતો.
પોતાની કારમાં વડોદરાથી સુરત તરફ આવી રહેલા ડો.પ્રવિણ તોગડિયાની કાર કામરેજ નજીક પહોંચી ત્યારે પાછળથી ટ્રકના ચાલકે અકસ્માત સજર્યો હતો. આ ઘટનામાં ઝેડ પ્લસ સિકયુરિટીમાં ખામી હોવાનું ડો.તોગડિયાએ કહ્યું હતું.
ડો.પ્રવીણ તોગડિયાની કાર સાથે અકસ્મતા સર્જનાર ટ્રક
- - - - - - - - - Advertisement - - - - - - - - -