હાર્દિક સુરતથી 500 કારોના કાફલા સાથે નિકળશે, વિરમગામમાં કરશે ધમાકેદાર એન્ટ્રી

સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતી(પાસ)ના નેતા હાર્દિક પટેલ લાજપોર જેલમાંથી 15 જુલાઈ ને શુક્રવારે મુક્ત થશે. હાર્દિક સવારે 11 વાગે જેલની બહાર આવે પછી ખુલ્લી જીપ્સીમાં તેની રેલી નિકળશે. આ રેલી બપોરે બે વાગ્યા સુધી સુરતમાં ફરશે. આ રેલી દરમિયાન પાટીદારો હાર્દિકના કાફલા પર ફૂલવર્ષા કરશે અને તેના સમર્થનમાં બેનરો લઈને ઉભા રહેશે.
વિરમગામમાં હાર્દિક પોતાના પરિવાર સાથે રહેશે ને પછી સૌરાષ્ટ્રના પ્રવાસે જવા નિકળશે. સૌરાષ્ટ્રમાં તે ખોડલધામ, કાગવડ અને ઉમિયાધામ, સિદસરની મુલાકાત લેવાનો છે.
પાસના બોટાદના કન્વીનર દિલીપ સાબવાએ જણાવ્યું કે, હાર્દિક બપોરે બે વાગે સુરતની બહાર નિકળશે અને વિરમગામ જવા રવાના થશે. એ વખતે 500 કારનો કાફલો હાર્દિક સાથે જોડાશે. આ કાફલો વિરમગામ સુધી હાર્દિકની સાથે રહેશે ને એ રીતે નેશનલ હાઈવે તથા એક્સપ્રેસવે પર પાટીદારો છવાઈ જશે. આ કાફલા સાથે જ હાર્દિક પોતાના વતન વિરમગામમાં ધમાકેદાર એન્ટ્રી કરશે.