હાર્દિકને 15મીએ દોઢ લાખ પાટીદારો આવકારશે, ઓપન જીપ્સીમાં નીકળશે રેલી, પછી સૌરાષ્ટ્રનો કાર્યક્રમ
સાંજે 4.30 વાગ્યે કાગવડ પહોંચશે અને ત્યાર બાદ માતાજીના આશીર્વાદ લઈ સમગ્ર સૌરાષ્ટ્રના કન્વીનરો મા ઉમાના ધામ ઉમિયા ધામ-સિદસર સાંજે 6.15 વાગ્યે માતાજીના આશીર્વાદ લેવા પહોંચશે અને રસ્તામાં હાર્દિકનું સ્વાગત કરવામાં આવશે. ત્યાં દર્શન કર્યા પછી 6.45 વાગ્યે ભાયાવદર ગામમાં 20-25 હજાર પાટીદારો હાર્દિક પટેલનું સ્વાગત કરશે. હાર્દિક અહીં તેમની સાથે સંવાદ કરશે. ત્યાર બાદ હાર્દિક રાજકોટ જવા રવાના થશે અને રાત્રે 10 વાગ્યે મોરબી પહોંચશે. મોરબીમાં પીટાદોર ટંકારાથી બાઇક રેલીસાથે મોરબી તરફ પ્રયાણ કરશે અને મોરબી શહેરમાં વિશાળ બાઇક રેલી કાઢવામાં આવશે. જ્યાં હાર્દિક પાટીદાર સમાજનું અભિવાદન જીલશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકના સ્વાગત માટે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગાડીઓમાં પાટીદારો સુરત લાજપોર જેલ પહોંચશે. હાર્દિક પટેલ જેવા જેલ બહાર આવશે કે, તરત આ કાફલો સુરત શહેર તરફ પ્રયાણ કરશે. જ્યાં સુરતવાસીઓ દ્વારા હાર્દિકનું સ્વાગત કરવામાં આવશે. જુદા જુદા વિસ્તારોમાં જઈ હાર્દિક અભિવાદન જીલશે.
સુરતના પાસ કન્વીનર ધાર્મિક માલવીયાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 15મી જુલાઈના રોજ સવારે 9 વાગે અમે જેલ ઉપર પહોંચી જઇશુ. હાર્દિકનો મેગા અને ભવ્ય રોડ શો ત્યાંથી શરુ થશે. હાર્દિક ઓપન જીપ્સીમાં રહેશે અને હજારોની સંખ્યામાં લોકો હાજર રહેશે.
આ પછી હાર્દિક રાત્રે 11.30 વાગ્યે તેમના ઘર વિરમગામ જવા રવાના થશે અને 17મીએ નામદાર હાઈકોર્ટના નિર્ણ પ્રમાણે ગુજરાત છોડશે. આ તમામ માહિતી સૌરાષ્ટ્ર પાસ પ્રવક્તા બ્રિજેશ પટેલ અને ગુજરાત સંગઠન મંત્રી દિલીપ સાબવાએ આપી હતી.
આ રોડ શો લાલ દરવાજા ખાતે આવેલા ખોડલ માતાનાં મંદીરમા રોકાશે. ત્યાં દર્શન કર્યા પછી હાર્દિક ઉમિયા માતાનાં મંદિરમાં દર્શન કરશે. તે પછી યોગી ચોક પર આવેલા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પો અર્પણ કરશે. જો પરવાનગી મળી તો ત્યાં જાહેર સભા કરવામાં આવશે અને ત્યાર બાદ બપોરે હાર્દિક લિંબાયત ખાતે આવેલા શિવાજીની પ્રતિમાને પણ પુષ્પાંજલિ આપશે.
સુરત શહેરમાં મોટી સંખ્યામાં પાટીદારો હોવાથી સાંજના સાત વાગ્યા સુધી સુરતમાં રહેવાનું થશે, ત્યાર બાદ હાર્દિક અને તેને કાફલો અમદાવાદ જવા પ્રયાણ કરશે અને રસ્તામાં વિવિધ જગ્યાએ તેમનું સ્વાગત કરવામાં આવશે અને અમદાવાદ પહોંચ્યા પછી હાર્દિક તેમના ઘરે જશે. જ્યાંથી પાસના તમામ કન્વીનરો અને કાર્યકરો બોટાદ જિલ્લાના સારંગપુર ખાતે જવા રવાના થશે. બીજા દિવસે એટલે કે, 16મીએ બપોરે એક વાગ્યે વાગ્યે હાર્દિક પણ સારંગપુર પહોંચશે અને હનુમાનદાદાના દર્શન કરશે. આ પછી આખો કાફલો મા ખોડલધામ-કાગવડ જવા રહવાના થશે. દરમિયાન રસ્તામાં આવતા ગામોમાં અભિવાદન કરાશે.
સુરતઃ હાર્દિક પટેલ આગામી 15મી જુલાઇએ જેલમુક્ત થવાનો છે, ત્યારે તેના સ્વાગત માટે ગુજરાતભરના પાટીદારો તડામાર તૈયારી કરી રહ્યા છે. સુરત પાસ સમિતિ દ્વારા પણ ભારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાર્દિકની જેલ મુક્તિને લઇ સુરત પાસની ઓફિસ ધમધમતી થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાંથી 500 કાર સુરત હાર્દિકના સ્વાગત માટે આવશે. તેમજ દોઢ લાખથી વધુ પાટીદારો સુરતમાં સ્વાગત માટે લાજપોર જેલ ઉમટી પડશે. આ સિવાય સુરત અને સૌરાષ્ટ્રનો શું હશે કાર્યક્રમ જાણો આગળની સ્લાઇડમાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -