સુરતઃ નવમાની વિદ્યાર્થિનીને બંધાયા સેક્સસંબંધ, થઈ પ્રેગ્નેન્ટ, કઈ રીતે પડી ખબર?
પીડિતાની બહેનનું કહેવું છે કે, તેમને સાત મહિના સુધી ખબર જ નહીં પડી કે બહેન ગર્ભથી છે. ગુરૂવારે પેટમાં દુઃખાવો ઉપડતા નજીકની હોસ્પિટલમાં ગયા તો ખબર પડી કે બહેનને કોઇએ પ્રેગ્નેટ કરી દીધી છે. ચાર ભાઇ-બહેનોમાં આ બહેન સૌથી નાની હોવાનું જાણવા મળ્યું છે. તેનો કોઈ બોયફ્રેન્ડ હોવાની વાતનો ઇન્કાર કરતા પરિવારે આવા કૃત્ય પાછળ કોઇ જાણ ભેદુ હોવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે કલાકો સુધી વિદ્યાર્થિનીની પૂછપરછ કરી હતી અને આવું કૃત્ય કરનાર વ્યક્તિની ઓળખ મેળવવા પ્રયાસ કર્યો હતો. જોકે, સગીરાએ આ અંગે કોઈ જ માહિતી ન આપતાં પોલીસ મૂંઝવણમાં મુકાઇ ગઈ છે. ધોરણ-9માં અભ્યાસ કરતી આ સ્ટુડન્ટ સાથે બળાત્કાર કરી કુંવારી મા બનાવવાનો પ્રયાસ કરનાર કોઇ જાણ ભેદુ જ હોવાની શક્યતાઓ દેખાય રહી છે.
કડોદરા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં તબીબી તપાસ બાદ માસુમ સ્ટુડન્ટને સાત માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યા હતું. બાદમાં સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કરાઇ હતી. જ્યાં સ્ટુડન્ટે આવું કૃત્ય કરનાર વિશે કોઇ માહિતી ન આપતા પોલીસ મૂંઝવણમાં મૂકાઇ છે.
આ અંગેની વિગતો એવી છે કે, કડોદરામાં બે ભાઈ અને એક બહેન તેમજ માતા-પિતા સાથે રહેતી સગીરા ખાનગી શાળામાં ધોરણ-9માં અભ્યાસ કરે છે. મૂળ ઉત્તર પ્રદેશના આ પરિવારની દીકરીને પેટના દુઃખાવા બાદ તબીબી તપાસમાં સાત માસનો ગર્ભ હોવાનું બહાર આવતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
સુરતઃ શહેરના કડોદરા વિસ્તારની એક સગીરા સાત મહિના ગર્ભવતી હોવાનું સામે આવતાં આખો પરિવાર હચમચી ગયો હતો. જોકે, સગીરા આ ગર્ભનો પિતા કોણ છે, તે જણાવવાનો ઇનકાર કરી રહી છે. પરિવાર દ્વારા કોઈ જાણભેદુએ હવસનો શિકાર બનાવી હોવાની શક્યતા વ્યક્ત કરી છે. પોલીસે પણ સગીરાની પૂછપરછ કરી હતી, પરંતુ પોલીસ નિષ્ફળ રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -