‘તું મહિલા છે, મહિલાની જેમ રહેતાં શીખ’, સુરતમાં રિક્ષાચાલકે યુવતીની છાતી પર ફેરવ્યો હાથ
મહિધરપુરા પોલીસની તપાસમાં આ રિક્ષાચાલક યાસીન ગફૂર કાબરા (રહે, મન્નત કોમ્પલેક્સ, ચોકબજાર) હોવાનું જાણવા મળ્યું હતું. 19 વર્ષીય યાસીન કાબરાએ સરાજાહેર જાતીય સતામણી કરતાં ટીઆરબીમાં ફરજ બજાવી રહેલા મહિલા ડરી ગઈ હતી. થોડો સમય લીધા બાદ તેણીએ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી કાબરાની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે અચાનક મહિલાના છાતીના ભાગે હાથ મૂક્યો, તું મહિલા છે, મહિલાની જેમ રહે એમ કહી ચાલકે તેણીનો હાથ પકડ્યો અને પોતાની તરફ ખેંચવા માંડ્યો હતો. ટીઆરબીની મહિલા સાથે આ રીતનું વર્તન જોઇ રાહદારીઓ અને વાહનચાલકોના ટોળાં વળ્યાં હતાં. આ ટોળું રિક્ષાચાલકને પકડી પોલીસ સ્ટેશને લઈ ગયા હતાં.
યુવતીએ પ્રતિકાર કર્યો આ દરમિયાન રાહદારીઓ એકઠાં થઇ ગયા અને રિક્ષાચાલકને પકડી પોલીસ સ્ટેશને લઇ ગયા હતાં. સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનના મહિલાએ શહેર પોલીસની ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવે છે. આ મહિલાને સુરતના સ્ટેશન વિસ્તારમાં આયુર્વેદિક કોલજ સામેના સર્કલ પાસે ટ્રાફિક નિયમનની ફરજ સોંપવામાં આવી હતી.
સુરત: સુરતમાં આવેલા આયુર્વેદિક હોસ્પિટલ નજીક ટ્રાફિક નિયમનની ફરજ બજાવતી મહિલા ટીઆરબીની રિક્ષાચાલક દ્વારા જાતીય સતામણી કરવામાં આવી હતી. રોંગ સાઇડ આવતાં રોકવામાં આવતા ગિન્નાયેલા રિક્ષાચાલકે મહિલાની છાતી ઉપર હાથ ફેરવાવ્યા બાદ પોતાની તરફ ખેંચવા માંડ્યો હતો.
ટ્રાફિક અવરોધાય એ રીતે રિક્ષા ઊભી રાખવામાં આવી હોય મહિલા ચાલકને એ પોઇન્ટથી આગળ જવાનું કહ્યું હતું. મહિલાએ ટકોર કરતાં જાણે રિક્ષાચાલકનો અહમ ઘવાયો હતો રિક્ષા ચાલક આગળથી ટર્ન લઈને ફરી મહિલા પાસે આવ્યો હતો.
મહિલાને 3 તારીખે સવારે અંદાજે 11 વાગ્યે કબીર હોટેલ સામે ઊભી રહી ફરજ બજાવતી હતી ત દરમિયાન (GJ 05 XX 1182) નંબરની ઓટો રિક્ષા ચાલક રોંગસાઇડ પર ઊભો રહ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -