✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

TV સીરિયલ જોઈને પ્રેમીએ ઘડ્યો પ્રેમિકાને મર્ડર કરવાનો ખતરનાક પ્લાન, શરીરના કર્યા અલગ-અલગ ટૂકડાં, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Apr 2018 09:49 AM (IST)
1

જેમાં તે ડરી ગયો અને પ્રેમિકાની હત્યાની વાત કબૂલી લીધી હતી. હત્યાની ઘટના જ્યાં ઘટી એ શાહનવાઝનું ઘર લાલગેટ પોલીસ મથકની હદમાં આવતું હોય ઉધના પોલીસે આ મામલે તેમને જાણ કરી હતી. લાલગેટ પોલસે વધુ તપાસ શરૂ કરી હતી અને શાહનવાઝ સામે હત્યાનો ગૂનો દાખલ કર્યો હતો.

2

આ દરમિયાન વાહન ચેકિંગ કરી રહેલ ઉધના પોલીસે તેને રોક્યો હતો. ગભરાયેલા શાહનવાઝની હરકતો શંકાસ્પદ લાગતાં જે બેગ ફેંકવા આવ્યો હતો એ ખોલવામાં આવતાં તેમાંથી માનવ અંગે મળી આવતાં પોલીસની આંખો પહોળી થતાં તેની પૂછપરછ કરવામાં આવી હતી.

3

આ અંગો તેણે અલગ-અલગ કોથળીમાં પેક કર્યા હતાં. તેને અલગ-અલગ જગ્યાએ ફેંકવાનું પ્લાનિંગ કરી ચૂક્યો હતો. જે અનુસાર તે સાંજે ભાઠેના વિસ્તારમાંથી વહેતી ખાડીમાં એક બેગ ફેંકવા ગયો હતો. તેણે બેગ ખાડીમાં નાખી અને મોપેડ ઉપર ઘરે જવા નીકળ્યો હતો.

4

તેણીએ પણ પ્રતિકાર કરતાં શાહનવાઝ વધુ અકળાયો અને તેણે ઝુલેખાનું ગળું દબાવી દીધું હતું. ઝૂલેખાની હત્યા કર્યા બાદ શાહનવાઝે મૃતદેહના નિકાલ માટે એનાથીય ક્રૂર રસ્તો અપનાવ્યો હતો. તેણે હથિયારથી લાશના ટૂકડા કરવા માંડ્યો હતો. હાથ, પગ, ધડ, અને માથું અલગ કરી દીધાં હતાં.

5

આ દરમિયાન ગઈકાલે બપોરે આ ઝૂલેખા શાહનવાઝના ઘરે જઈ ચઢી હતી. ઝૂલેખા હવે શાહનવાઝ પાસે ઘર અને ખર્ચ બંન્ને માગવા માડી હતી. પત્ની તરીકે સાથે રાખવા તે દબાણ કરતી હતી. આ મુદ્દે બંન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી. કંકાસ દરમિયાન શાહનવાઝે પ્રેમિકા સાથે ઝપાઝપી કરી હતી.

6

પ્લાસ્ટિકની અલગ-અલગ કોથળીમાં ટૂકડા સ્વરૂપે પેક કર્યા બાદ તેના વારાફરથી નિકાલનું આયોજન તેણે કર્યું હતું. આવો એક ટૂકડો ભાઠેના વિસ્તારની ખાડીમાં ફેંકવા ગયેલો આ યુવક પોલીસના હાથે ઝડપાઈ જતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.

7

કાંસકીવાડ વિસ્તારની પારસી શેરીમાં શાહનવાઝ ઉર્ફે શાનું યુસુફમિયાં શેખ તેના પરિવાર સાથે રહે છે. શાહનવાઝને પ્રથમ પત્ની થકી બે સંતાન છે. જોકે તેને મહારાષ્ટ્રના અમરાવતીની રહેવાસી એવી ઝૂલેખા ઉર્ફે વર્ષા સૈયદ સાથે આંખ મળી ગઈ હતી.

8

સુરત : શહેરના હાર્દસમા ભાગળ ચાર રસ્તા પાસે કાંસડીવાડ વિસ્તારમાંથી મુસ્લિમ યુવક દ્વારા પ્રેમિકાની કમકમાટીભરી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવકે પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ લાશના ટૂકડા કરી નાંખ્યા હતાં. (તમામ તસવીરો પ્રતિકારત્મક)

9

પ્રોવિઝન સ્ટોર સાથે બેકરી ચલાવતા બત્રીસ વર્ષિય શાહનવાઝને દોઢ વર્ષથી ઝૂલેખા સાથે સંબંધ બંધાયા હતાં. જે તેની પત્નીની નજરમાં આવી ગયા હતાં. ત્યાર બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા માંડ્યા હતાં. આવા સંજોગોમાં શાહનવાઝની પત્ની બાળકોને લઈને પિયરમાં રહેવા આવી ગઈ હતી.

10

શાહનવાઝે પ્રેમિકા ઝૂલેખાની હત્યા કરી લાશને ઠેકાણે પાડવા વિચાર કરવા માંડ્યો હતો. આ દરમિયાન તેને ક્રાઈમ શોમાં જોયેલો એક કિસ્સો યાદ આવી ગયો હતો. આ કિસ્સાને અનુસરતાં તેણે ઝૂલેખાની લાશના ટૂકડાં કરવાનું પ્લાનિંગ કર્યું હતું.

  • હોમ
  • સુરત
  • TV સીરિયલ જોઈને પ્રેમીએ ઘડ્યો પ્રેમિકાને મર્ડર કરવાનો ખતરનાક પ્લાન, શરીરના કર્યા અલગ-અલગ ટૂકડાં, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.