સુરતઃ વરૂણ ધવનને મળવા ઘરેથી ભાગી 14 વર્ષની છોકરી, વરુણ ન મળતાં સગીરાએ શું કર્યું, જાણો વિગત
પોલીસે જણાવ્યુ કે, તે છોકરી શુક્રવારે લગભગ 3 વાગે ઘરથી નીકળીને મુંબઇ જતી ટ્રેનમાં 4.30 વાગ્યાની ટ્રેનમાં બેઠી હતી. તે રાતે લગભગ 9.30 વાગ્યે મુંબઈ પહોંચી હતી અને ત્યાંથી ખાર વિસ્તારમાં વરુણના અપાર્ટમેન્ટ પર પહોંચી ગઈ હતી. શનિવાર બપોર સુધી તે ત્યાં જ રહી. પોલીસે અમરોલી પોલીસને આ વિષે જાણ કરી અને તેને સુરત લઈ જવામાં આવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના સિક્યોરિટી મેને કહ્યું કે વરુણ ધવન ઘરે હાજર નથી તો પણ તે છોકરી તેને મળવાની જીદ કરતી રહી. જ્યારે તેને લાગ્યું કે સિક્યોરિટી ગાર્ડ તેનો મેસેજ અંદર સુધી નથી પહોંચાડી રહ્યા, તેણે બુમો પાડવાની શરુ કરી. બિલ્ડિંગમાં રહેતા એક વ્યક્તિએ તેની બુમો સાંભળીને પોલીસને જાણ કરી.
મુંબઈઃ એક્ટર્સની દીવાનગીના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સગીરા તેનું ઘર છોડીને બોલીવુડના ટોપ હીરોના ઘર બહાર પહોંચી ગઈ. સુરતની રહેવાસી 14 વર્ષીય સગીરા વરુણ ધવનની ફેન છે.
સગીરા તેના ફવરિટ એક્ટરને એક વખત મળવા માંગતી હતી. જેના કારણે તે સુરતથી મુંબઈ પહોંચી ગઈ. મુંબઈના ખાર વિસ્તારમાં આવેલા વરુણ ધવનના ઘરની બહાર તે એક ઝલક મેળવવા રાહ જોતી રહી. આ છોકરી વરુણ ધવનને મળ્યા વિના પોલીસ સાથે જવા પણ તૈયાર નહોતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, શુક્રવારના રોજ સુરતના ટેક્સટાઈલ મેન્યુફેક્ચરરની દીકરી ઘરેથી ભાગી ગઈ હતી. તેના માતા-પિતાએ સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -