સુરતઃ ગ્રાહક સાથે ઝડપાયેલી સેક્સ વર્કર હોસ્પિટલમાંથી ભાગી, પછી મળી એવી હાલતમાં કે જાણીને ચોંકી જશો
જોકે રાજકોટની હોસ્પિટલમાં સંજુદેવી ઉર્ફે કસ્તુરીએ બાળકને જન્મ આપ્યો છે. લીંબડી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને થાનગઢ પોલીસની તપાસ હેઠળ ખટોદરા પોલીસના ચોપડે રહેલી સંજુદેવી ઉર્ફે કસ્તુરીની ભાળ મળી આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંજુબેન પાંડે કાચા કામની લાજપોરની જેલની કેદી હતી અને સુરતની સિવિલ હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપીને નાસી છૂટી હતી. પોલીસે વધુમાં તપાસ કરતાં તેણીનું નામ કસ્તુરી ઉર્ફે સંજુદેવી કમલેશ સહાની ખટોદરા પોલીસ ચોપડે વોન્ટેડ હોવાનું ખુલ્યું હતું. ખટોદરા પોલીસની એક ટીમ રાજકોટ ખાતેની સિવિલ હોસ્પિટલમાંથી સંજુદેવી ઉર્ફે કસ્તુરીની અટક કરશે.
વધુમાં જણાવ્યું હતું કે આ મહિલા અગાઉ લાજપોરની જેલમાં હતી જે સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ગયા મંગળવારે પોલીસ જાપતા હેઠળથી ભાગી છૂટી હતી આ વિગત જાણીને થાનગઢ પોલીસ પણ ચોંકી ગઈ હતી. ગત 2017 વર્ષ દરમિયાન અઠવા પોલીસ સ્ટેશનમાં અપહરણ, વેશ્યાવૃત્તિ અને પોસ્કો એક્ટ હેઠળના ગુનામાં પકડાયેલી હતી.
રહસ્યમય હાલતમાં મળી આવેલ સગર્ભા સંજુના પરિવારની જાણકારી મેળવવા માટે લીંબડી ડીવાયએસપી જાડેજાએ સુરત જીલ્લાનો સંપર્ક કર્યો હતો તેમજ સાયણ આઉટ પોસ્ટના જમાદાર દીલીપભાઈએ વધુ તપાસ અર્થે સાયણ સુગર ફેક્ટરી પાસે ચાની કેન્ટીન ચલાવતાં સંજુબેનના સસરા કૈલાશનાથ પાંડેને મળ્યા હતાં. કૈલાશનાથ પાંડેએ મહિલાના ફોટાને ઓળખી બતાવીને પોતાના પુત્ર કમલેશની પત્ની હોવાનું કબૂલાત કરી હતી.
સગર્ભા મહિલા ભાનમાં આવતાં તેની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેણીએ ભારે જહેમત બાદ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે પોતાનું નામ સંજુબેન રાહુલ ઉર્ફે કમલેશ પાંડે રહે મનપા આવાસ કોસાડ, અમરોલી સુરત ખાતે રહે છે. તેણીના સસરા સાયણ સુગર ફેંક્ટરી પાસે ચા-પાનની દુકાન ચલાવે છે.
આ દરમિયાન લીંબડી ડીવાયએસપી પ્રદીપ સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠલ પોલીસે મહિલાને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ મહિલાને કોઈએ ટ્રેનમાંથી ફેંકી દીધી હશે કે પડી ગઈ હશે આ અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.
લીંબડી પોલીસના જણાવ્યા પ્રમાણે સોમવારે સાંજે સાડા ચાર વાગે સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ સ્ટેશન પાસેની મામલતદાર કચેરી પાસેથી પસાર થતી રેલવે ટ્રેક પરથી અજાણી સગર્ભા મહિલા બેભાન અવસ્થામાં મળી આવી હતી. આ બાબતે જાણ થતાં થાનગઢના પોસઈ ડી.એમ.ઢોલે તેણીને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.
જેને લીંબડી પોલીસે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. તેણીએ રાજકોટની હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સુરતથી ગયા મંગળવારે નવી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી છૂટેલી આ મહિલાને ટ્રેનમમાંથી કોઈએ ફેંકી દીધી હતી કે પડી ગઈ હતી તે તપાસનો વિષય બન્યો છે.
સુરત: સુરતના કોસાડ આવાસમાં રહેતી મહિલા વેશ્યાવૃત્તિ હેઠળ ગત 2017 વર્ષમાં પકડાયા પછી સુરત-લાજપોરની જેલમાં મોકલી દેવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ જાપ્તા હેઠળથી સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ભાગી છટી હતી. આ દરમિયાન આ સગર્ભા મહિલા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ રેલવે સ્ટેશન પાસેથી સોમવારે સાંજે ટ્રેનમાંથી પડી ગયેલી હાલતમાં મળી આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -