પાસ કન્વિનર અલ્પેશ કથિરીયાને મળ્યા જામીન, 15 હજારના બોન્ડ પર મુક્ત
સુરત: સુરતમાં પાસ કન્વિનર અલ્પેશ કથિરીયાની ધરપકડ બાદ તેને 15 હજારના બોન્ડ પર મુક્ત કરી દેવામાં આવ્યો છે. અલ્પેશ કથીરિયાએ ટ્રાફિક પોલીસે તેની ગાડી અટકાવીને માર માર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. આ બાબતે અલ્પેશને પીસીઆર વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લવાયો હતો. અલ્પેશ કથીરિયાની ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે બાઇક પાર્ક કરવા બાબતે બબાલ કરવા અને ટ્રાફિક પીએસઆઇને ધમકી આપવા મામલે ધરપકડ કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલ્પેશની ધરકપડની સાથે જ પાસના કાર્યકરોએ વરાછા પોલીસ સ્ટેશન બહાર હોબાળો મચાવ્યો હતો. નોંધનીય છે કે રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયાને તાજેતરમાં જ જેલ મુક્તિ થઈ છે. જામીન મળ્યા બાદ અલ્પેશ ગુજરાતના વિવિધ શહેરમાં ફરી રહ્યો છે અને અનામત આંદોલનને વધારે મજબૂત બનાવી રહ્યો છે.
પાસ કન્વિનર અલ્પેશ કથિરીયાની વરાછા પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ અલ્પેશને લોકઅપમાં ધકેલી દેવામાં આવ્યો છે. પાર્કિંગને લઈને ટ્રાફિકના પીઆઈ સાથે ગાળાગાળી કર્યા બાદ અલ્પેશને વરાછા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. અહીં એક પીએસઆઈને ધમકી આપતા પોલીસે અલ્પેશની ધરપકડ કરી હતી. પોલીસે આક્ષેપ લગાવ્યો હતો કે અલ્પેશે ટ્રાફિક પીઆઈ અને એક પીએસઆઈને ધમકી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -