✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતમાં પ્રેમી સાથે ફરતી છોકરીને પિતા જોઈ ગયા પછી શું વળાંક, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Aug 2018 11:20 AM (IST)
1

ઘરે તેની માતાએ પણ ઉધડો લીધો હતો. ત્યાર પછી ગત રાત્રિના સમયે પરિવારજનો સુઈ ગયા હતાં. અને પુત્રી બિંદુએ ઘરના બેડરૂમમાં દરવાજો બંધ કરીને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે જાણ થતાં અમરોલી પોલીસે હોસ્પિટલમાં તેણીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને જરૂરી વિધિ કરી હતી.

2

બીજી તરફ તેણીની સાથે પ્રેમસંબંધ ધરાવતો પ્રેમી યુવાન સુરત જિલ્લાના કીમ ખાતે રહીને નોકરી કરતો હતો અને બિંદુ પ્રેમી સાથે અવાર-નવાર વાતચીત પણ કરતો હતો. બિંદુને તેના પ્રેમીએ કીમ મળવા બોલાવી હતી. પુત્રીની પાછળ દેવી પ્રસાદે પણ પગેરૂ દબાવીને કીમ પહોંચીને પુત્રીને પ્રેમી સાથે ફરતા જોઈ લીધી હતી. જ્યાં રેલવી ફાટક પાસે જ તેણીને રસ્તા વચ્ચે ઉભી રાખીને તમાચા મારીને ઠપકો આપીને ઘરે લઈ આવ્યા હતાં.

3

ત્યાર બાદ તેણીના પિતા દેવી પ્રસાદે જોરથી ધક્કો મારીને દરવાજાને ખોલી નાંખ્યો હતો. ત્યારે બિંદુ પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. જોકે આ બનાવ અંગે તેણીના પિતા દેવીપ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે, પોતાના વતનમાં બિંદુ અભ્યાસ કરતી હતી, એ સમયે સાથે ધોરણ 10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી પુત્રી બિંદુને સુરત લઈ આવ્યા હતાં.

4

અમરોલી પોલીસના જણાવ્યા મુજબ સ્થાનિક કોસાડમાં મનપાના આવાસમાં રહેતાં દેવી પ્રસાદ યાદવ ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી સુરત આવીને કાપડનો ધંધો કરતો હતો. પરિવારમાં પત્ની અનિતાદેવી, પુત્રી બિંદુ અને પુત્ર સાથે જીવન ગુજરાન કરી રહ્યા હતાં. ગત મધ્યરાત્રિએ માતા અનિતાદેવીએ પાણી પીઠા ઉઠીએ સમયે પુત્રી બિંદુનો રૂમ અંદરથી બંધ હતો, જેથી બૂમ મારી પરંતુ તેણી ઉઠી ન હતી.

5

સુરત: અમરોલી વિસ્તારમાં રહેતી યુવતીને તેના પિતાએ કીમમાં પ્રેમી સાથે ફરતી જોઈ લેતાં પિતાએ ઠપકો આપ્યો હતો. જેના પગલે ગભરાયેલી યુવતીએ ઘરના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

  • હોમ
  • સુરત
  • સુરતમાં પ્રેમી સાથે ફરતી છોકરીને પિતા જોઈ ગયા પછી શું વળાંક, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.