સુરતઃ કેજરીવાલે હાર્દિક પટેલને ગણાવ્યો દેશનો સૌથી મોટો દેશભક્ત, વિરોધ કરી રહેલા લોકોની પોલીસે કરી અટકાયત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેજરીવાલે સભામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં અમિત શાહને આડે હાથ લીધા હતા. ગુજરાતમાં ઠેર-ઠેર વિરોધ કરાવવા પાછળ અમિત શાહનો હાથ હોવાનું જણાવ્યું હતું. જ્યારે પાટીદારો સાથે હોવાનું કહીં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ દેશભક્ત છે.
સભા શરૂ થતાની સાથે જ સભા સ્થળે પાછળના ભાગે પાટીદારોએ વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે તેની સાથે અન્ય લોકો પણ જોડાયા હતા. જોકે પોલીસે તાત્કાલિક પગલા લઈને વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી હતી. અને સભા સ્થળથી દૂર લઈ જવામાં આવ્યા હતા.
સુરતઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. કેજરીવાલની વરાછા ખાતેની સભાની શરૂઆત થઇ ગઇ છે. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. સભામાં કાળા વાવટા ફરકાવીને કેજરીવાલનો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરક્ષા માટે બાઉન્સરો તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખની છે કે સભા પૂર્વે જ પાટીદારોના ગઢ ગણાતા વરાછા વિસ્તારમાં કેજરીવાલ વિરૂધ્ધ ઠેરઠેર પોસ્ટર્સ લાગ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -