બારડોલીઃ મિત્રો સાથે ફરવા ગયેલી યુવતીનું નદીમાં ડૂબી જતાં મોત, યુવતી-ત્રણ યુવકો કેમ ભાગી ગયા?
મોના અન્ય યુવતી સાથે જ ફરવા માટે આવી હતી. વાઘેચા મંદિરે દર્શન કર્યા બાદ તેઓ તાપી નદીના પટમાં ફરવા ગયા હતા. જ્યાં મોના ડૂબી જતાં તેઓ ભયભીત થઈને ત્યાંથી ભાગી ગયા હતા. જોકે, આ ઘટનામાં તેના સાથી મિત્રો કયા કારણોસર યુવતીને ડૂબી હોવા છતાં ત્યાંથી ભાગી છૂટ્યા હતાં તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. જોકે, હજુ સુધી મોના સાથે હતા, તે યુવકો અને યુવતી કોણ છે, તે જાણી શકાયું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટના બાદ પોલીસે મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી તપાસતાં બે યુવતીઓ અને ત્રણ યુવકો બે બાઇક પર ફરવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બાઇક નંબરને આધારે તપાસ કરતાં મૃતક યુવતીના પરિવાર સુધી પહોંચવામાં સફળતાં મળી હતી. ઘટનાની કરૂણતા એ હતી કે પોલીસ યુવતીના પરિવાર સુધી પહોંચી ગઈ હતી પરંતુ યુવતીના પિતા પુત્રીના મોતથી અજાણ હતા.
આ અંગેની વિગતો એવી છે કે, સુરતના કાપોદ્રામાં રહેતી મોના શશિકાંત દોશી(ઉ.વ.22) પોતાના મિત્રો સાથે ફરવા માટે ગઈ હતી. દરમિયાન તે નદીમાં ડૂબી જતાં તેના મિત્રો ત્યાંથી નાસી ગયા હતા. આ સમગ્ર ઘટના નદીમાં માછીમારી કરી રહેલા ભામૈયા ગામના નાનુ રાઠોડે જોઈ હતી. તેમણે મંદિરના ટ્રસ્ટીના જાણ કરતાં આ અંગે પોલીસે તપાસ કરતાં નદીમાંથી યુવતીની લાશ મળી આવી હતી. જોકે, તેની ઓળખ થઈ શકી નહોતી.
બારડોલી: ગત બુધવારે સાંજે ત્રણ યુવકો અને બે યુવતીઓ બારડોલી તાલુકાના વાઘેચા ગામે ફરવા આવ્યા હતા. જ્યાં નદીના પાણીમાં પગ ધોતી વખતે એક યુવતીનો પગ લપસી જતાં તે પાણીમાં ગરક થઈ ગઈ હતી. આ ઘટના પછી ડરી ગયેલા મિત્રો ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારે આ અજાણી યુવતી સુરતની હોવાનો ઘટસ્ફોટ થયો છે. એટલું જ નહીં, તેના મિત્રો પણ સીસીટીવીમાં કેદ થઈ ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -