સુરત: PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા પર હુમલો, હાર્દિકે ગણાવી શરમજનક ઘટના
આ અંગે અલ્પેશ કથિરીયા સહિતના પાસના નેતાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યાં હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ PAASના કન્વીનર અને હાર્દિક પટેલની સૌથી નજીકના સાથી અલ્પેશ કથિરીયા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં અલ્પેશની આંખ પર ઈજા પહોંચી છે. હુમલાખોરો ભાજપના અસામાજિક તત્ત્વો હોવાનો આરોપ પાસના આગેવાનોએ લગાવ્યો છે. સોસાયટી નજીક થયેલા હુમલા બાદ પાસ કન્વીનર અલ્પેશ સહિતના લોકો કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યાં હતાં.
અલ્પેશ કથિરીયાએ કાપોદ્રા પોલીસમાં જણાવ્યું હતું કે, મોડીસાંજે તે જ્યારે નાના વરાછા સ્થિત તાપી દર્શન સોસાયટી નજીક હતો ત્યારે તેના પર હુમલો થયો હતો. અભીજીરા અને દત્તો કચી નામના બે ઈસમો ડસ્ટર ગાડીમાં આવ્યાં હતાં. અને તેમની સાથે અન્ય ચાર લોકો પણ હતાં. તેમણે પાસનો કન્વીનર અને નેતા બનીને ફરે છે તેમ કહીને હુમલો કર્યો હતો. બાદમાં તેઓ નાસી છુટ્યાં હતાં.
પોલીસ સ્ટેશન બહાર અલ્પેશ કથીરિયાના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. અલ્પેશ પર હુમલા બાદ હાર્દિક પટેલે તેને શરમજનક ઘટના ગણાવી હતી. આ સાથે જ હાર્દિકે ભાજપના આસામાજિક તત્વોએ હુમલો કરાવ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -