સુરતઃ કિમ નજીક કારને બચાવવા જતાં લક્ઝરી બસ અને કન્ટેનર વચ્ચે થયો અકસ્માત, ડ્રાઇવર સહિત 4નાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Jun 2018 12:11 PM (IST)
1
અકસ્માતમાં બસના ડ્રાઇવર કવરામ ચૌધરીનું પણ મોત થયું હતું.
2
કિમ નજીક રાજસ્થાનથી મુંબઈ જતી મરુંધર ટ્રાવેલ્સની બસનો કન્ટેનર સાથે અકસ્માત સર્જાયો હતો. લોકોના કહેવા પ્રમાણે, આગળ દોડતી કારને બચાવવા જતા અકસ્માત થયો હતો. જેમાં ડ્રાઈવર સહિત ચારના મોત નીપજ્યા હતા.
3
સુરતઃ કિમ નજીક રાજસ્થાનની લક્ઝરી બસ અને કન્ટેનર વચ્ચે ધડાકાભેર એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં ડ્રાઇવર ચાર લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 20થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તમામને 108ની મદદથી સુરત સિવિલ, સ્મીમેર સહિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
4
એક્સિડન્ટના પગલે ગામના લોકો મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને ઓલપાડ, અંકલેશ્વર, ભરૂચ, કામરેજ, કડોદરા, વરાછા સહિતની 108ની મદદથી ઘવાયેલા મુસાફરોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.