સુરતઃ ’પાસ’એ મોરારી બાપુને શું આપી ધમકી ? રામભક્તોએ આપ્યો શું જવાબ ?
મુખ્ય આયોજકની આ સ્પષ્ટતા છતાં પાસ દ્વારા અપાયેલી ધમકીના કારણે મોરારીબાપુના સમર્થકોએ સોશિયલ મીડિયા પર ટીકાઓનો મારો ચલાવ્યો છે. સમર્થકોનો મત છે કે, બાપુએ કથાના માધ્યમથી દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે ત્યારે તેમની કથામાં ધમાલ કરવાની વાત કરવાની વાત અવિચારીપણું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ સુરતમાં 2 ડિસેમ્બરથી સૈનિકોના લાભાર્થે યોજાનારી મોરારીબાપુની રામકથામાં ભાજપ નેતાઓને બોલાવાશે તો મોટો બખેડો કરવાની પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા ધમકી અપાઈ છે. બીજી તરફ કથાપ્રેમીઓએ પણ રામકથાને રાજકીય અખાડો નહી બનાવવા સોશિયલ મીડિયા પર અપીલ કરવા માંડી છે.
જો કે કથાના મુખ્ય આયોજક નનુભાઇ સાવલીયાએ સ્પષ્ટતા કરી દીધી છે કે આ સો ટકા રાષ્ટ્રીય હિતની કથા છે. અહીં વક્તા અને શ્રોતા સિવાય ત્રીજુ કોઇ સ્ટેજ નહી હોય. કોઇ પણ સમાજ કે શહેરના અગ્રણી, રાજકિય નેતા કે ઉદ્યોગપિત અહીં સામાન્ય શ્રોતા માફક જ આવશે. કોઇનું પણ સ્ટેજ પરથી વિશેષ સન્માન થશે નહીં.
આ સંજોગોમાં રાજકીય નિવેદનો કરવાં જોઈએ નહીં અને બધી જ જગ્યાને રાજકિય અખાડો ન બનાવાય. દેશ માટે સારૂં કાર્ય કથાના માધ્યમથી થઇ રહ્યુ હોય તો તેને વધાવવુ જોઇએ.' ફેસબુક પર ભાવનગરનાં એક વડીલે આ પોસ્ટ મૂકી હતી. આ સિવાય પણ કેટલાય લોકોએ સોશ્યિલ મીડિયામાં આ સંદર્ભે પોતાના અભિપ્રાયો મૂક્યા છે.
સોશિયલ મીડિયા પર એવાં નિવેદનોનો મારો ચાલી રહ્યો છે કે, ' મોરારીબાપુની કથા માત્ર રામકથા નથી હોતી. પ્રેમ દેવો ભવ અને સત્ય, પ્રેમ, કરૂણાનાં સૂત્રને સાકાર કરનારી વસુધૈવ કુટુમ્બકમની ભાવનાપૂર્ણ કથા હોય છે. એ કોઇ જાતી, ધર્મ કે સંપ્રદાયની નહી પણ માનવજાતની વાત કરે છે, તેઓ ધર્મપ્રેમની નહી, પ્રેમધર્મની વાત કરે છે.
એક સમર્થકે એફબી પર લખ્યું છે કે ' પાસના આ વટહૂકમથી હું સ્તબ્ધ થઇ ગયો. આવી નક્સલવાદી ઘોષણાઓ સામે પાટીદારોમાંથી અવાજ ઉઠતો નથી. આ પ્રવૃતિને સમૃદ્ધ અને શાંત એવા પટેલોનું સમર્થન છે? જો નથી તો વિરોધનો સૂર એટલો બુલંદ હોવો જોઇએ કે એમના કાનના પડદા ફાટી જાય. આ હરકતો નક્સલવાદથી કમ નથી.'
- - - - - - - - - Advertisement - - - - - - - - -