સુરતઃ લિવ-ઇન પાટર્નર વતન ગયો ને પ્રેમીકાએ કરી લીધી આત્મહત્યા, સૂસાઇડ નોટમાં શું કર્યો ખુલાસો?
સુરતઃ મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના છોળગામની વતની અને હાલ કુંભારીયા ગામમાં પ્રતિક્ષા રેસિડેન્સી ખાતે પોતાના પ્રેમી સાથે લિવ-ઇન રિલેશનશીપમાં રહેતી યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. દિવાળ સમયે પ્રેમી વતન જતો રહ્યા પછી તેણે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહેતલના ફ્લેટમાંથી મળેલી સ્યુસાઇડ નોટમાં ‘હું એકલવાયા જીવનથી કંટાળી ગઇ છું, મારા મોત પાછળ કેતનનો કોઇ હાથ નથી. હું મારી જાતે પગલું છું’ એવો ઉલ્લેખ છે.
પોલીસના જણાવ્યા મુજબ હેતલ ચાર વર્ષથી ભાવનગર જિલ્લાના મહુવાના વતની અને જમીનદલાલ કેતન નામના યુવક સાથે લિવ ઇન રીલેશનશીપમાં હતી. નવા વર્ષના દિવસે કેતન એકલો વતન જતો રહ્યો હતો. હેતલ ત્યાર બાદથી અહીં એકલી રહેતી હતી. તેણે સોમવારની રાત્રે આપઘાત કરી લીધો હતો.
કેતન ઘરે ગયા પછી હેતલ સાથે ફોન પર વાત કરતો હતો. પરંતુ છેલ્લા બે દિવસથી પ્રેમીકા હેતલને ફોન કરતો હતો, પરંતુ હેતલ ફોન રિસિવ કરતી નહોતી. આથી કંઇક અજુગતું થયાની આશંકાથી કેતન સુરત આવ્યો હતો. ઘરે તપાસ કરતાં ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. આથી કેતને પોલીસને સાથે રાખી દરવાજો ખોલાવતાં બેડરૂમમાં પંખા સાથે હેતલનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, 22 વર્ષીય હેતલ દેવજીભાઇ વીજોળા અને ભાવનગર જિલ્લાના મહુવાના વતની અને જમીનદલાલ કેતન છેલ્લા ચાર વર્ષથી લિવ ઇન રિલેશનમાં રહે છે. જોકે, તેમના આ સંબંધને પરિવારે સ્વીકાર્યો નહોતો. દરમિયાન બેસતા વર્ષના દિવસે કેતન એકલો વતન ગયો હતો. જ્યારે તેની પાટર્નર હેતલ ઘરે એકલી જ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -