સુરતમાં વિદ્યાર્થીનું અપહરણ કર્યા બાદ આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, ગુપ્ત જગ્યા અને કાન પર ભર્યા બચકા
હાલ વિદ્યાર્થી સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. પોલીસ તેના નિવેદન પણ લઇ ગઇ છે. એક માસૂમ સાથે થયેલા આવા કૃત્યને જોઇ ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. આખા શરીર પર અસંખ્ય ઇજાના નિશાન છે. લગભગ અજાણ્યા નરાધમોએ પોતાની વાસના સંતોષવા બાળકને નિશાન બનાવ્યો હોય શકે છે. હાલ સચીન પોલીસ આ અજાણ્યા નરાધમોને શોધી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે વધુમાં જણાવ્યું કે, બપોરે કેટલાક અજાણ્યા ઇસમો તેના દીકરાને ઓટો રીક્ષામાં ઉપાડી 2 કિલોમીટર દુર જંગલઈમાં લઈ ગયા હતા. જ્યાં તેને પહેલાં ઢોર માર માર્યો અને બાદમાં આખા શરીર અને ગુપ્ત જગ્યા અને કાન પર બચકા ભર્યા હતા. દારૂના નશામાં ચૂર ત્રણેય નરાધમોએ માસૂમ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી તેના જાંઘના ભાગે બ્લેડના ઘા પણ માર્યા હતા. લગભગ 9 કલાક સુધી હવસખોરોનો શિકાર બનેલા માસૂમે આખરે હિંમત કરી ચુંગલમાંથી ભાગીને થોડે દુર એક મકાનમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે પોતાની સાથે થયેલી ઘટના કહ્યા બાદ માનવતાવાદી યુવાને પીડિતને ઘરે છોડવા આવ્યો હતો.
પીડિત વિદ્યાર્થીના પિતાએ મીડિયાને જણાવ્યું કે, તેઓ મૂળ પ્રશ્વિમ બંગાળના રહેવાસી છે અને ત્રણ મહિના પહેલાં જ રોજગારીની શોધમાં પત્ની, દીકરો અને એક દીકરી સાથે સુરત આવ્યા હતા. સચીનની એક ડાઇંગ મીલમાં હેલ્પરની નોકરી મળી ગયા બાદ ઘરમાં આર્થિક રીતે મદદ રૂપ થવા પત્ની પણ એક કંપનીમાં કામ પર લાગી ગઇ હતી. તેમનો નાનો દીકરો ઘર નજીકની એક શાળામાં ઘોરણ-1માં અભ્યાસ કરે છે. બુધવારની બપોરે શાળાએથી આવ્યા બાદ ઘરઆંગણે રમી રહ્યો હતો. ત્યારબાદ અચાનક ગુમ થઇ જતાં આખો દિવસ તેની શોધખોળ હાથ ધરાઇ હતી. જોકે મોડી રાત્રે લગભગ સાડા નવ વાગ્યાના અરસામાં કોઇ માણસ દીકરાને ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં ઘરે લઇ આવ્યો હતો. જ્યાં તેની આપવીતી સાંભળી પરિવાર ચોંકી ગયો હતો.
સુરતઃ શહેરમાં એક વિદ્યાર્થીનું અપરણ કરી તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હોવાની ઘટના સામે આવી છે. બુધવારે બપોરે અજાણ્યા શખ્સોએ ઓટો રીક્ષામાં અપહરણ કરી જંગલમાં લઈ જઈ માસૂમ વિદ્યાર્થીને ઢોર માર માર્યા બાદ તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યું કર્યું હોવાનું બહાર આવ્યું છે. જોકે વિદ્યાર્થી નરાધમોના ચુંગલમાંથી નગ્ન અવસ્થામાં છૂટીને એક રાહદારીને મળી આવતા લગભગ 9 કલાક બાદ ઘરે પહોંચ્યો હતો. પરીવાર પણ દીકરાની સ્થિતિ અને શરીર પર માર અને કરડવાના નિશાન જોઈ ચીંકી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -