Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
બ્લેક મનીના બાદશાહ જીગ્નેશ ભજીયાવાળાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો
ભાજીયાવાળાને કોર્ટમાં ઉલ્ટી થઈ હતી. કોર્ટે ભાજીયાવાળાને પૂછ્યું, ઇડી સામે કોઈ ફરિયાદ? તમને માર માર્યો છે? ભાજીયાવાળાએ કહ્યું કે માર નથી માર્યો પણ મારી તબિયત સારી નથી હોસ્પિટલ જવાનુ કહ્યુ હતું. ઇડીએ કહ્યું મેડિકલ કરાવ્યું છે કોઈ તકલીફ નથી, ભજીયાવાળાના વકીલે કહ્યું ભાજીયાવાળાને બહાર બેસાડીને બારોબાર લેવાયુ મેડિકલ સર્ટિફિકેટ લેવામાં આવ્યુ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ જીગ્નેશને પહેરેલા કપડે જ ઉઠાવ્યો હતો. મજાની વાત એ છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ ગુરૂવારે બપોરે જ જીગ્નેશ ભજીયાવાળાની પૂછપરછ કરી હતી પણ એ વખતે ભજીયાવાળા પરિવારને અંદાજ પણ નહોતો કે જીગ્નેશ આજે રાત્રે ઘરે નથી સૂઈ શકવાનો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ કોર્ટે ભાજીયાવાળાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે. રિમાન્ડ અરજી પર કાલે સવારે 11 વાગે સુનાવણી હાથ ધરાશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ગુરૂવારે રાત્રે 12.30 કલાકે મની લોન્ડરિંગના કેસમાં સુરતના ફાયનાન્સર જીગ્નેશ કિશોર ભજીયાવાળાની નાટ્યાત્મક રીતે ધરપકડ કરી હતી. ભજીયાવાળા નિરાંતે ઘરે સૂઈ ગયો હતો ત્યારે રાત્રે 11 કલાકે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ તેને ઉઠાવ્યો હતો અને જેલભેગો કરી દીધો હતો.
હાઈકોર્ટે જીગ્નેશ ભજીયાવાળાની પૂછપરછ કરાય ત્યારે તેના વકીલને હાજર રાખવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને આદેશ આપ્યો છે. તેના કારણે બપોરે જીગ્નેશની પૂથપરછ કરાઈ ત્યારે તેના વકીલ ચેતન પંડ્યાને હાજર રખાયા હતા. પૂછપરછ પછી પંડ્યા પાછા અમદાવાદ આવવા રવાના થઈ ગયા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ભજીયાવાળાની ધરપકડ કર્યા પછી આજે તેને કોર્ટમાં રજૂ કરાશે અને તેના રીમાન્ડની માગણી કરવામાં આવશે. કિશોર ભજીયાવાળાને ત્યાં કરાયેલી રેડમાં તેની પાસેથી 1.20 કરોડ રૂપિયા નવી ચલણી નોટોના રૂપમાં મળી આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -