સુરતમાં મહિલા ફાયનાન્સરની હત્યાના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણો કેમ કરી હતી હત્યા?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહત્યા દિવસે સૂજીતના લગ્નની એનીવર્સી હતી. તેણે 8.45 કલાકે સાધનાની હત્યા કરી હતી. ત્યારબાદ તે 9.10 કલાકે મંગલમ ટેક્ષ્ટરાઇઝ ફેક્ટરી ઉપર પહોંચે છે. જ્યાં એન્ટ્રી થયાબાદ 9.40 પાછો તે ફેક્ટરીમાંથી બહાર નીકળે છે. ત્યાંથી ઘર જાય છે. અને પત્ની સાથે દાદા ભગવાનના મંદિરે દર્શન કરી ડિમાર્ટ મોલમાં ખરીદી કરે છે. અને ત્યાંથી હોટલ ઉપર જમવા જાય છે.
સુરતઃ સુરતમાં ટિકિટ બુકિંગ તેમજ વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરતી મૂળ પશ્ચિમ બંગાળની મહિલાની ઘાતકી હત્યાનો ભેદ પોલીસે ઉદેલી નાંખ્યો છે. પોલીસે આ હત્યા પ્રકરણમા મૂળ પશ્ચિમ બંગાળના યુવાનની ધરપકડ કરી છે. જે દિવસે મહિલાની હત્યા કરવામાં આવી તે જ દિવસે આરોપીની એનિવર્સરી હતી. હત્યા બાદ એનીવર્સરીની ઉજવણી પણ કરી હતી.
આ હત્યાના ગુનામાં મજબૂત પુરાવા હોવાનું જણાવી રહી છે. બીજી તરફ હત્યા સમયે ચેઇન સાથે પહેરેલું લોકેટ તૂટીને સાધનાના માથાના વાળમાં હતું અને જે પી.એમ દરમ્યાન કબ્જે લેવામાં આવ્યું હતું.
હત્યા બાદ લૂંટેલી સોનાની ચેઇન અને બુટ્ટી કોસંબા ખાતે કલામંદિર જ્વેલર્સમાં જઈને વેચ્યા હતા. તે પોલીસે કબ્જે લીધા છે. જ્વેલર્સમાંથી સૂજીતને ચેક આપવામાં આવ્યો હતો. જે તેણે તેના ખાતામાં જમા કરાવી રૂપિયા લીધા હતા. સોનું વેચવા ગયો ત્યારે સૂજીત ઓળખપત્ર પણ લઈ ગયો હતો. જે પુરાવા પણ પોલીસે કબ્જે લીધા હતા.
આરોપી અને મૃતક સાધના પશ્ચિમબંગાળના હોવાથી એકબીજાથી પરિચિત હતા. થોડા મહિના અગાઉ સૂજીતે સાધના પાસેથી 50,000 રૂપિયા વ્યાજે લીધા હતા. જે પરત માંગતા ઉશ્કેરાય જઇ 21મી નવેમ્બરના રોજ સાધના સાથે બોલાચાલી થયા બાદ તેણે પ્રથમ ધક્કો મારી નીચે પાડી દીધી હતી. ત્યારબાદ માથામાં વેલણ માર્યું હતું. પછી ચપ્પુ વડે ગળું કાપી નાંખી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. હત્યા બાદ ચપ્પુથી ગળું કાપી નાંખી સોનાની ચેઇન બુટ્ટી ઝૂંટવી લીધી હતી.
સુરત જિલ્લા એલસીબીએ બાતમીના આધારે કડોદરા બારડોલી રોડ પર આવેલ કોરઝોન હોટલ નજીક વિસ્તારમાંથી મોટરસાઇકલ જીજે-5-કેપી-7725 સૂજીત નોબાકુમાર ઘોસની ધરપકડ કરી હતી. પોલીસે તેની પૂછતાછ કરતાં તેણે સાધના રોયની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
ગત 21મી નવેમ્બરના રોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં ચલથાણ ખાતે આવેલ આર.કે એપાર્ટમેન્ટ ખાતે ફ્લેટ નંબર 301માં રહેતી સાધના કાર્તિક રોયની ધોળા દિવસે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા કરી માથાના ભાગે બોથડ પદાર્થથી ઇજા કરી હત્યા કરી નાંખી હતી. હતાય બાદ સોનાની ચેન અને સોનાની બુટ્ટીની લૂંટ ચલાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -