બંગાળી યુવતીને ભગાડી જનાર કામરેજ PSIને શું મળી સજા, કઈ રીતે એકબીજાના પ્રેમમાં પડ્યા હતા, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધીરે ધીરે બંને વચ્ચેનું અંતર વધ્યું અને એક બીજાના પ્રેમમાં પડ્યા હતા. આ અંગે પરિણીતાના પતિને શંકા ગઈ હતી. જોકે એક દિવસ પત્ની ઘરેથી કહ્યા વગર જતી રહી અને તે આજ ઘરે પરત આવી જશે જોકે તે હજુ સુધી ઘરે આવી નથી જ્યારે તેનો પતિ હજુ સુધી રાહ જોઈને બઠો છે કે તેની પત્ની ઘરે આવશે.
આક્ષેપ એવો છે કે જ્યારે સમીર પરમાર ભરૂચના વાલીયામાં ફરજ પર હતા તે સમયે દંપતિ નર્મદા જિલ્લાના દેડીયાપાડામાં રહેતું હતું. આ સમયે પરિણીતા અને પીએસઆઈ એક બીજાના સંપર્કમાં આવ્યા હતા.
ફરિયાદ મુજબ પરણિતા ગત 27 ઓક્ટોબર 2017ના રોજ સાંજે ઘરેથી નીકળી હતી પરંતુ તે ઘરે પરત આવી નહીં. આ અંગે ત્રણ દિવસ શોધખોળ કર્યા બાદ પતિ દેવદાસે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આ અંગે પત્ની ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ દેવદાસનો આક્ષેપ છે કે તેની પત્નીને પીએસઆઈ સમીર પરમાર ભગાડી ગયો છે.
કામરેજ: સુરતના કામરેજના પીએસઆઈ સમીર પરમાર પર આરોપ છે તે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની એક બંગાળી પરિણીતાને ભગાડી લઈ ગયો તે કેસમાં નવો વળાંક આવ્યો છે. પોતાની પત્નીને કામરેજના પીએસઆઇ સમીર પરમાર ભગાડી ગયા હોવાના આક્ષેપ સાથે તેના પતિએ અંકલેશ્વર કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે જિલ્લા પોલીસ વડાએ કામરેજ પીએસઆઈ સમીર પરમારને સમસ્પેન્ડ કરીને ફરિયાદી પત્નીને ભગાડી જવાના કેસમાં ફરિયાદ નોંધી છે.
મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી અને અંકલેશ્વર જીઆઈડીસીના કાવેરી એપાર્ટમેન્ટમાં રહેતા દેવદાસ બિશ્વાસે સુરતના કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસાઈ સમીર પરમાર સામે તેની પત્નીને ભગાડી ગયા હોવાની ફરિયાદ કોર્ટમાં કરી હતી. આ ફરિયાદને કારણે સમગ્ર પોલીસ વિભાગમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -