મિત્ર સાથે બર્થ-ડે ઉજવી ઘરે પરત ફરી રહેલ યુવતીનું અકસ્માતમાં થયું મોત, કઈ રીતે બની ઘટના
બારડોલી પોલીસને જાણ થતાં તાત્કાલિક પહુંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત અંગે યુવતીના મિત્ર આનંદ રાઠોડે પોલીસમાં ફરિયાદ આપતા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્લીપ થઈ જતાં યુવતી રોડ પર પટકાય હતી. અને પાછળ બેસેલી યુવાન સાઈડ પર ફેંકાય ગયો હતો. પાછળ આવતી કાર યુવતી પરથી ફરી જતા ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત થયું હતું.
ત્યાંથી બન્ને પરત ઘરે ફરતા હતા. બપોરના 3 વાગ્યાના સમયે બારડોલીના વાંકાનેર ગામની સીમમાંથી અંજલિ સોની પુરઝડપે મોટરસાયકલ હંકારી જતા આગળ ચાલતી સ્કોર્પિયો કારને ઓવરટેક કર્યા બાદ આગળ જતાં યુવતીએ અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.
બારડોલી: બારડોલી નગરની 24 વર્ષીય યુવતીની ગુરુવારે બર્થડે હોવાથી પોતાના ફ્રેન્ડ સાથે મોટરસાયકલ પર ફરવા ગયા હતા. બપોરના સમયે પરત ઘરે ફરતી વેળા વાંકાનેર ગામની સીમમાં યુવતી મોટરસાયકલ પુરઝડપે હંકારી આવી કારને ઓવરટેક કરી આગળ અચાનક સ્ટેરિંગનો કાબુ ગુમાવતા મોટરસાયકલ સ્લિપ થઈ હતી.
યુવતી રોડ પર પટકાઈ હતી અને પાછળ આવતી કાર યુવતી પરથી ફરી જતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે પાછળ બેસેલ યુવાનને સામાન્ય ઇજા થઇ હતી. પોલીસના જણાવ્યા મુજબ બારડોલી નગરના શાસ્ત્રી રોડ પર આવેલ સોમી રેસિડન્સી રહેતી અંજલિ રાજેશભાઇ સોની (24)ની ગુરુવારના રોજ બર્થ-ડે હોય, વલસાડ લીલાપોર ખાતે રહેતા મિત્ર આનંદ શંકરભાઇ રાઠોડ સાથે પોતાની એક્ટિવા મોટરસાયકલ નંબર જીજે 19 એએલ 7870 પર ફરવા માટે પડમડુંગરી ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -