BAPSના વડા મહંતસ્વામી ફરી બીમાર, હરિભક્તોમાં ચિંતા, પ્રાર્થના કરવા અનુરોધ
હરિભક્તો તેમજ સંતોએ પૂજ્યશ્રીના સારા સ્વાસ્થ્ય માટે બીએપીએસ મંદિરમાં પ્રાર્થના શરૂ કરી દીધી છે. 10 દિવસના ગાળામાં મહંતસ્વામી મહારાજની તબિયત ફરીથી નાદુરસ્ત થતા લાખો હરિભક્તોમાં ચિંતાનું મોજૂં ફરી વળ્યું હતું. હાલ અમદાવાદ ખાતે પૂજ્ય મહંતસ્વામીના દર્શન-વંદન સહિતના કાર્યક્રમ બંધ રખાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહંત સ્વામીની તબિયત ફરી સારી થતાં તેમના સુરત વિચરણનું ફરિવાર આયોજન કરાયું હતું, પણ તેમની તબિયત ફરીથી બગડી હતી. આ વખતે ડૉક્ટરો દ્વારા નિદાન મહંત સ્વામી મહારાજને ડિહાઇડ્રેશન થયું હોવાનું નિદાન કરાયું હતું અને આરામ કરવાની સલાહ અપાઇ હતી. સુરતના કાર્યક્રમ માટે સ્વામીજી કટીબદ્ધ હતા, પણ સુરતના હરિભક્તો તેમજ સંતોએ સામેથી મહંત સ્વામીને પ્રાર્થના કરી કાર્યક્રમ રદ કરવા માટે જણાવ્યું હતું.
એપ્રિલના અંતમાં મહંતસ્વામી મહારાજ સુરતમાં પધારવાના હતા. તેઓ કલકત્તા ખાતે વિચરણ કરી રહ્યા હતા અને ત્યાંથી સીધા સુરત આવવાના હતા પણ સ્વામીજીને ડાયેરીયા થતાં તેઓને અમદાવાદ બીએપીએસના મુખ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયા હતા. જ્યાં અઠવાડીયાની ટ્રીટમેન્ટ બાદ તેમની તબિયત સારી હતી.
સુરત: બીએપીએસના નવા આધ્યાત્મિક વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજની તબિયત ફરીથી નાદૂરસ્ત થતા લાખો હરિભક્તોમાં ચિંતાનું મોજૂં ફરી વળ્યું હતું. ડોક્ટરોની ટીમ દ્વારા તેમને આરામ કરવા માટે જણાવાયું છે. ત્યારે બીએપીએસના વરિષ્ઠ સંતો દ્વારા સ્વામીજીના સારા સ્વાસ્થ્ય માટે હરિભક્તોને પ્રાર્થના કરવા માટે જણાવ્યું છે. તેમની તબિયત નાદૂરસ્ત થતાં તેમના આગામી કાર્યક્રમ રદ કરી દેવાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -