✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બારડોલીઃ બે પત્ની ધરાવતાં યુવક સાથે યુવતીએ કર્યા પ્રેમલગ્ન, પતિ પરાણે ગુજારતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jun 2018 09:58 AM (IST)
1

ખુશ્બૂના પરિવારજનોએ સમજાવટ કરી પરંતુ સાસરીવાળા દહેજ વગર માનવા તૈયાર ન થતાં અંતે પરિણીતાએ સાસરીવાળા સામે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

2

ખુશ્બૂ આના માટે ઇનકાર કરે તો પતિ તેને માર મારતો હતો અને પરાણે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજારતો હતો. પતિની હરકતોથી કંટાળીને ખુશ્બૂએ સાસુ-સસરા અને દિયરને આ અંગે વાત કરી હતી. જોકે, તેમણે લગ્ન કર્યા હોવાથી પતિ કહે તેમ કરવું પડશે, તેમ કહ્યું હતું. એટલું જ નહીં, તે દહેજમાં કંઈ લાવી ન હોવાનું મેણું પણ માર્યું હતું.

3

બારડોલીઃ માંડવીના તડકેશ્વરમાં પ્રેમલગ્ન કરનાર 24 વર્ષીય યુવતી સાથે પતિ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા ફરજ પાડતો હોવાની ફરિયાદ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીએ સાસરીવાળા 25 લાખ રૂપિયા દહેજની માંગ કરતાં હોવાની પણ ફરિયાદ કરી છે.

4

આ અંગેની વિગતો એવી છે કે, તડકેશ્વરમાં રહેતી ખુશ્બૂ(નામ બદલ્યું છે)ને ગામના જ યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા ગયા વર્ષે સુરત ખાતેની દરગાહમાં નિકાહ કરી લીધા હતા. લગ્ન પછી ખુશ્બૂ સાસરીમાં રહેતી હતી. જોકે, થોડા સમયમાં જ ઝઘડા થવા લાગતાં તે પતિ સાથે અલગ રહેવા આવી ગઈ હતી. આ સમયે તેને જાણ થઈ હતી કે, તેના પતિએ અગાઉ લગ્ન કરેલા છે અને તેની બે પત્ની છે.

5

આ પછી સાસરીવાળાએ ખુશ્બુને તેના પિતાનું તડકેશ્વર ખાતેનું મકાન પતિના નામે કરાવી આપવાનું અથવા 25 લાખ પિતાના ઘરેથી લઈ આવવાનું કહી શારીરિક-માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. આમ, સાસરીવાળાના ત્રાસથી કંટાળી ત્રણ મહિનાથી ખુશ્બૂ પિતાના ઘરે રહેતી હતી.

6

સમાજના રિવાર પ્રમાણે એકથી વધુ પત્ની રાખવાનો પતિને અધિકારી હોય ખુશ્બ પતિ સાથે રહેવા લાગી હતી. પતિએ ખુશ્બૂનો થોડો સમય સારી રીતે રાખ્યા પછી તે નાની નાની વાતમાં તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. એટલું જ નહીં, પતિ ખુશ્બૂ પાસે અકુદરતી સેક્સની પણ માંગ કરતો હતો.

  • હોમ
  • સુરત
  • બારડોલીઃ બે પત્ની ધરાવતાં યુવક સાથે યુવતીએ કર્યા પ્રેમલગ્ન, પતિ પરાણે ગુજારતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.