સુરતમાં શક્તિસિંહના પૂતળા દહન કાર્યક્રમમાં હાજર રહ્યા ભાજપના કેટલા કાર્યકરો? જાણીને લાગી જશે આંચકો
શક્તિસિંહે આવું નિવેદન આપતાં ખાલી સુરત જ નહીં પરંતુ ગુજરાતમાં ઘણી જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટ, મહેસાણા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં શક્તિસિંહ ગોહિલનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેમનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટીદાર વિસ્તારમાં પૂતળાં દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાથી પાસના આગેવાનોએ જણાવ્યું હતું કે આ પૂતળાં દહન ભાજપ દ્વારા સળગાવવામાં આવ્યા હતાં.
ભાજપ દ્વારા વરાછા અને મોટા વરાછા વિસ્તારમાં કોંગ્રેસના નેતાના પૂતળાં દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શક્તિસિંહના પૂતળા દહન વખતે ભાજપીઓએ કોંગ્રેસ હાય હાયના નારા પણ લગાવ્યાં હતાં.
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સરદાર પટેલનો ડીએનએ હાર્દિક પટેલ છે આટલું નિવેદન આપતાં જ સમગ્ર ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલનો ભારે વિરોધ થયો હતો. જેમાં આજે સુરત ભાજપ દ્વારા પાટીદારની વસતી ધરાવતા વરાછા વિસ્તારમાં શક્તિસિંહનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. આ પૂતળા દહન કરવામાં માત્ર 10 જેટલા કાર્યકરો હતા.
સુરત: ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો વચ્ચે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે જેમાં છેલ્લા ત્રણવાર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી ગયા છે જેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં સોમવારે ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ એક નિવેદન આપ્યું હતું જેના કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -