સુરતઃ યુવકના પાડોશમાં રહેતી યુવતી સાથે બંધાયા પ્રેમસંબંધ, પરિવારે ઇનકાર કરતાં શું કર્યું?
પ્રેમસંબંધ ન સ્વીકારતાં અને યુવતી સાથેના પ્રેમસંબંધને લઈને ઠપકો મળતાં અમિત ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો. પરિવારજનોએ તપાસ કરતાં ઘર પાસે લોખંડની પાઇપ સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાધેલી હાલતમાં અમિતનો મૃતદેહ મળી આવતાં પરિવાર હચમચી ગયો હતો. આ અંગે અમરોલી પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકનું પોસ્ટમોર્ટમ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ શહેરના અમરોલી વિસ્તારના કોસાડ આવાસમાં રહેતા એક યુવકે પ્રેમસંબંધમાં આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિવારે યુવકના પ્રેમસંબંધને ન સ્વીકારતાં તેને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની વિગતો એવી છે કે, કોસાડા આવાસમાં રહેતા અમિત ભુપતભાઈ બારીયા(ઉ.વ.18)ને પાડોશમાં જ રહેતી પ્રિયા(નામ બદલ્યું છે)ને પ્રેમસંબંધ બંધાયા હતા. તેના આ પ્રેમસંબંધથી પરિવારજનો નારાજ હતા. આ અંગે પરિવારજનોએ યુવકને ઠપકો પણ આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -