સુરતઃ માતાએ ફ્લેટ વેચી દીકરાને બિઝનેસ કરવા 27 લાખ આપ્યા, દીકરાએ મુંબઈની ગર્લફ્રેન્ડને બધા રૂપિયા આપી દીધા
સુરતઃ પ્રેમ આંધળો હોય છે એ વાતની સાક્ષી પુરતી વધુ એક ઘટના સુરતમાં બની છે. એક યુવકે પોતાની પાસે રહેલા 27 લાખ રૂપિયા તેની ગર્લફ્રેન્ડને આપી દીધા હતા. આ રૂપિયા યુવકની માતાએ મકાન વેચીને બચાવ્યા હતા. તે સિવાય યુવકે પોતાની પાસે બચાવી રાખેલા બે લાખ રૂપિયાનો પણ સમાવેશ થાય છે. પુત્રએ પોતાની પ્રેમિકાના બેંક એકાઉન્ટમાં જમા કરાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વિધવા વૃદ્ધાએ ઉમરા પોલીસ મથકમાં નોંધાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજીતેન્દ્ર રીમા પાછળ એટલી હદે પાગલ હતો કે માતાની મરણમૂડી સમાન 25 લાખ રૂપિયા તેણે માતાની જાણ બહાર જ તેની પ્રેમિકા રીમાને આપી દીધા હતા. પોલીસે જીતેન્દ્ર અને રીમાને પકડવાની કામગીરી હાથ ધરી છે.જોકે, આ સમગ્ર ઘટનામાં હકીકત શું છે તે તો જીતેન્દ્ર અને રીમા ઝડપાયા બાદ જાણ થશે.
તે સિવાય અન્ય બે લાખ રૂપિયા, બેન્કની પાસબુક ચેકબુક અને એટીએમ કાર્ડ જીતેન્દ્ર લઇને ભાગી ગયો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ જીતેન્દ્રને મુંબઈની રીમા નામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. જેથી તે તેની પાછળ આંધળો બની ગયો હતો.
આ રૂપિયા સીતાબહેને મકાન વેચીને એકઠા કર્યા હતા. તેમાંથી રૂ. 25 લાખ તેમની મંજૂરી લીધા વગર જાણ બહાર જ ઇન્ડિયન ઓવરસીઝ બેંકની પીપલોદ શાખામાંથી આ જ બેંકની મુંબઈની મલાડ શાખામાં રીમા.બી. સરકારના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, પીપલોદની મહેશ્વરી સોસાયટીમાં રહેતાં 63 વર્ષીય વિધવા સીતાબહેન ભગવાનદાસ રામચંદાનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો પુત્ર જીતેન્દ્ર અને જીતેન્દ્રની પ્રેમિકા રીમા સરકારે સીતાબહેન સાથે રૂ. 27 લાખની છેતરપિંડી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -