✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતમાં લક્ઝુરિયસ લાઈફ છોડી કરોડપતિ ભાઈ-બહેન લેશે દીક્ષા, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Dec 2018 10:09 AM (IST)
1

7મીએ સવારે 8.30 કલાકે વરસીદાન શોભાયાત્રા અને બેઠુ વરસીદાન કરવામાં આવશે. રાતે 8.30 કલાકે મુમુક્ષુઓનો વિદાય સમારોહ રાખવામાં આવશે. 8મીએ સવારે 8.30 કલાકે સત્સંગ અને વીસ સ્થાનક પૂજા કરાશે. સાંજે 7 કલાકે મુમુક્ષુઓની વાંદોળી, મહાપૂજા અને આરતી કરવામાં આવશે. 9 ડિસેમ્બરે વહેલી સવારે 4 કલાકે પ્રવજ્યા વિધિનો પ્રારંભ કરાશે. આ પ્રસંગે ત્રણે મુમુક્ષુના પરિવારજનો સહિત પાંચ હજારથી વધુ શ્રાવકો ઉપસ્થિત રહી અનુમોદના કરવામાં આવશે.

2

તાપી નદીના કિનારે લબ્ધિવિક્રમ રાજમંદિર ઉભું કરવામાં આવ્યું છે. સમારોહનો પ્રારંભ આજ કરવામાં આવ્યો છે અને મહોત્સવનું સમાપન 9 ડિસેમ્બરે દીક્ષા સાથે થશે. રિવરફ્રન્ટ પર ઉભા કરાયેલા લબ્ધિવિક્રમ રાજમંદિરમાં ત્રણે મુમુક્ષુઓની અનુમોદના માટે મોટી સંખ્યામાં શ્રાવકો ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે 1.30 કલાકે કેસર છાંટણા, સાંજી, મેંદી રસમ અને સાંજે 6 કલાકે સંધ્યાભક્તિ કરાશે.

3

યશનું કહેવું છે કે, પૈસા, ગાડી, ઘર, સુખ-સુવિધા કે વૈભવ કોઈ પણ ચીજ અંતિમ સમયે સાથે આવતી નથી. આપણાં કર્મ જ આપણો આગળનો ભવ નક્કી કરે છે. જેમણે સંસારની મોહમાયાને સમજી લીધી હોય તે જ સંયમના માર્ગે ચાલી શકે છે.

4

બાળકોના આ નિર્ણયથી પિતા સૌપ્રથમ નારાજ થયા હતા પરંતુ પિતાની ઇચ્છા હતી કે તેના સંતાનો કરોડો રૂપિયાના કારોબાર સંભાળે પરંતુ સંતાનોની ઈચ્છા અલગ જ છે. પહેલાં તો ભરતભાઇએ પુત્ર યશને મોંઘીદાટ કાર, મોંઘા ફોન અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઇલની લાલચ આપી હતી પરંતુ તમામ ઠુકરાવી પોતાના મનની વાત જણાવી હતી. ત્યાર બાદ યશની માતાએ સંતાનોની ઈચ્છાને સમર્થન આપ્યું અને પરિવારને રાજી કર્યો હતો.

5

સુરત: હાલ સુરતમાં દીક્ષા મહોત્સવ ચાલી રહ્યો છે. યશોવર્મસૂરિ મહારાજની નિશ્રામાં યોજાઈ રહેલા આ મહોત્સવમાં કરોડપતિ પિતાના પુત્ર અને પુત્રી દીક્ષા ગ્રહણ કરશે. આ દીક્ષા મહત્સવનું સમાપન 9મી ડિસેમ્બર એટલે આજે થશે. સુરતના જાણીતા કરોડપતિ બિઝનેસમેન ભરતભાઇ અસારાવાળાના 20 વર્ષિય પુત્ર યશ અને 22 વર્ષિય પુત્રી આયૂષી દીક્ષા ગ્રહણ કરશે.

  • હોમ
  • સુરત
  • સુરતમાં લક્ઝુરિયસ લાઈફ છોડી કરોડપતિ ભાઈ-બહેન લેશે દીક્ષા, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.