✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિશ્વમાં સુરત સૌથી વિકસતું City, જાણો સુરત અને રાજકોટ કયા નંબર પર છે?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Dec 2018 08:47 AM (IST)
1

વર્ષ 2035 સુધી સુરતમાંથી ડાયરેક્ટ અને ઈન ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પાંચ લાખ કરોડથી વધુ થાય તેવી શક્યતા છે. હાલ વર્ષ 2018માં આઈટી, જીએસટી અને કસ્ટમનું ટેક્સ કલેક્શન 23 હજાર કરોડ છે. ત્રણેય ડિપાર્ટમેન્ટ અને સી.એ. જગતના સૂત્રો પ્રમાણે, જો આજની તારીખથી વર્ષ 2035 સુધી 20 ટકાના દરે ટેક્સ કલેક્શન ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધતું રહે તો સુરતથી ડાયરેક્ટ અને ઈન ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો ફિગર ચાર લાખ કરોડથી વધુ જશે.

2

વર્ષ 2019થી 2035 દરમિયાન સુરતનો સરેરાશ ગ્રોથ રેટ 9.17 ટકા જ્યારે બીજા ક્રમે સરેરાશ 8.58 ટકાના ગ્રોથ રેટ સાથે આગ્રાને સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ ત્રીજા ક્રમે બેંગલુરૂનો 8.50 ટકાનો ગ્રોથ રેટ અંદાજવામાં આવ્યો છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સર્વેને જો સુરતના ટેક્સ કલેક્શન સાથે જોડીએ તો આવનારા સમયમાં સુરત સરકાર માટે દુઝણી ગાય સાબિત થશે.

3

વર્ષ 2017માં અર્નેસ્ટ એન્ડ યંગના એક રિપોર્ટ મુજબ સુરતને સૌથી ઝડપથી વિકસિત થતાં મેટ્રો સિટીઝની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ વાતના એક વર્ષ પછી તાજેતરમાં જ ઓક્સફોર્ડ ઈકોનોમિક્સ ગ્લોબલ સિટીઝનું રિસર્ચ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ આર્થિક ગ્રોથ રેટ ધરાવતાં ટોપ ટેન શહેરોની યાદીમાં સુરતને પહેલા નંબરનું સ્થાન આપવામાં આવ્યું છે.

4

ભારતના શહેરો સૌથી વિકસતા શહેરોની યાદીમાં પ્રથમ નંબરે સુરત છે. બીજા નંબરે આગ્રા, ત્રીજા નંબરે બેંગ્લુરુ અને ચોથા નંબરે હૈદરાબાદ છે. સુરતનો વૃદ્ધિદર 9.17 ટકા છે અને આગ્રાનો 8.58 ટકા, બેંગ્લુરુનો 8.50 ટકા અને હૈદરાબાદનો 8.47 ટકા વૃદ્ધિદર છે.

5

સુરતઃ આગામી બે દાયકામાં ભારતના શહેરો સૌથી વિકસતા શહેરોની યાદીમાં અગ્રેસર રહેશે. તેમાં પણ ગુજરાતના બે શહેર સુરત અને રાજકોટનો સમાવેશ ટોપ-10માં થયો છે. સુરત તો ટોચ પર છે. ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના સર્વે અનુસાર સુરતનો વાર્ષિક ગ્રોથ સરેરાશ 9.17 ટકાનો રહેવાની શક્યતા છે. જ્યારે ગુજરાતનું જ અન્ય શહેર રાજકોટ 8.33 ટકાના વૃદ્ધિદર સાથે સાતમાં ક્રમે છે. આ ઉપરાંત અન્ય શહેરોમાં આગ્રા, બેંગ્લુરૂ, હૈદરાબાદ, નાગપુર, તિરૂપુર વગેરેનો સમાવેશ થાય છે.

  • હોમ
  • સુરત
  • વિશ્વમાં સુરત સૌથી વિકસતું City, જાણો સુરત અને રાજકોટ કયા નંબર પર છે?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.