ગુજરાતના આ શહેરમાં કાર ખરીદતાં પહેલાં ઘરે પાર્કિંગની જગ્યા છે તેવા પુરાવા આપવા પડશે, સોસાયટી બહાર પાર કરી તો શું થશે? જાણો વિગત

તેવી જ રીતે મલ્ટી લેવલ પાર્કિંગ, ઓપન પ્લોટ, બીજા જાહેર સ્થાનો પર પાર્કિંગ થતાં વાહનો પર ઓફસ્ટ્રીટ પાર્કિંગ દર વસુલવામાં આવશે. જેમાં, ઓન સ્ટ્રીટ પાર્કિંગ દર વધુ રાખવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
એટલું જ નહીં વાહનોને ડિસ્પોઝ કરવાની પણ જોગવાઈ છે. આ માટે ‘પાર્કિંગ સેલ’ બનાવી એક્ઝિક્યુટીવ ઈજનેર સહિતના નીચે સ્ટાફ મુકીને કાર્યવાહી કરવામાં આવશે. રિંગરોડ પર 50 ટકા વાહનો પાર્ક થતાં હોય છે તેવી રીતે મોટેભાગના મુખ્ય રસ્તાઓ તેને જોડતાં આંતરિક જાહેર રસ્તાઓ જેવા સુરતમાં ઘણાં આવા સ્થળો છે ત્યાં ઓન સ્ટ્રીટ પાર્કિંગ ચાર્જ લાગુ થશે.

પાલિકાને પોલીસ જેવી જ નડતરરૂપ પાર્ક કરાયેલા વાહનો ટોઈંગ કરવાની, લોક મારવાની દંડ સહિત શિક્ષાત્મક પગલાંની સત્તા મળશે. પાર્કિંગ અને નો પાર્કિંગ ઝોન પણ પાલિકા જ જાહેર કરશે.
સુરત: બે મહિના પહેલાં તૈયાર કરાયેલી પાર્કિંગ પોલિસી-બાયલોઝને રાજ્ય સરકારે મંજુરીની મહોર મારતાં મહાપાલિકા જાહેર રસ્તા પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે કડક કાર્યવાહી કરી શકશે. જાહેર રસ્તાઓ પર ખાસ કરીને સોસાયટીઓ બહારના મુખ્ય રસ્તાઓ પર દિવસ-રાત ઢગલાબંધ કારો પાર્કિંગ કરવામાં આવે છે. હવેથી તેના પર નિયંત્રણ આવી જશે તેવું લાગી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -